બીજી લીગ મેચમાં ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમનો હરિયાણા સામે પરાજય

  • Published By :
  • Published Date : 2022-09-28 13:53:43
  • Views : 293
  • Modified Date : 2022-09-28 13:53:43

ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમે પ્રથમ મેચમાં ગોવા સામે ૫૬-૨૭થી વિજય મેળવ્યો હતો. જોકે બીજી મેચમાં મળેલા પરાજય બાદ હવે ગુજરાતે આગેકૂચ કરવા માટે આવતીકાલે ઉત્તર પ્રદેશને હરાવવું જ પડશે. ગુજરાતની જેમજ ઉત્તર પ્રદેશે ગોવાને હરાવ્યું હતુ. જોકે તેઓ હરિયાણા સામે હાર્યા હતા. હરિયાણાએ અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જ્યારે આવતીકાલે ગુજરાત અને ઉત્તર પ્રદેશની મેચની વિજેતા ટીમ આગેકૂચ કરશે. નેશનલ ગેમ્સ કબડ્ડીમાં ગુજરાતની મેન્સ ટીમને બીજી લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હરિયાણા સામે ૨૬-૫૫થી પરાજયનો સામનો કરવો પડયો હતો. અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ચાલી રહેલી કબડ્ડીની મેન્સ ઈવેન્ટમાં ગુજરાતે ગોવાને હરાવીને ધમાકેદાર શરૃઆત કરી હતી. જોકે બીજી મેચ હારતાં ગુજરાતની આગેકૂચની આશાને ફટકો પડયો હતો. હવે આવતીકાલે ગુજરાત આખરી મેચમાં ઉત્તર પ્રદેશ સામે ટકરાશે, જે નિર્ણાયક બની રહેશે.

Download Our B K News Today App



Related News