ગ્રાન્ડ માસ્ટર નિમેને ચેસ મેચમાં ચિટીંગ કરી

  • Published By :
  • Published Date : 2022-09-28 13:50:48
  • Views : 267
  • Modified Date : 2022-09-28 13:50:48

૩૧ વર્ષના કાર્લસને કહ્યું છે કે, હું માનું છું કે, ચેસમાં ચિટીંગ એ ઘણો મોટો અપરાધ છે અને તેનાથી ચેસની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાય છે. ઓનલાઈન યોજાતી ટુર્નામેન્ટમાં સિક્યોરિટી વધારવાની જરુર છે. હું નિમેન સહિતના ચિટીંગ કરનારા કોઈ ખેલાડી સામે રમવા તૈયાર નથી. અલબત્ત કાર્લસને તેના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજુ કર્યા નહતા.વર્લ્ડ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને ચોંકાવનારો આક્ષેપ કરતાં કહ્યું છે કે, અમેરિકન ગ્રાન્ડ માસ્ટર હાન્સ નિમેન તાજેતરમાં ચેસની મેચ દરમિયાન વધુને વધુ ચિટીંગ કરવા લાગ્યો છે, ત્યાર બાદ તેણે જાહેરમાં કબુલાત પણ કરી હતી. જોકે નિમેને કાર્લસનના આક્ષેપને નકારી કાઢ્યો હતો. નોંધપાત્ર છે કે, ચાલુ મહિને જ સેંટ લુઈસ ખાતે રમાયેલા સિંકફિલ્ડ કપમાં કાર્લસનનો નિમેન સામે પરાજય થયો હતો. જે પછી તેણે ટુર્નામેન્ટ જ છોડી દીધી હતી. આ મેચમાં નિમેને ચિટીંગ કરીને જીત મેળવી હોવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચેસ જગતમાં ચાલી રહી હતી. કાર્લસને ત્યાર બાદ જુલીઅસ બેયર જનરેશન કપમાં ભાગ લીધો હતો. જેમં તેની મેચ ૧૯ વર્ષના નિમેન સામે હતી. ઓન લાઈન ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં કાર્લસને માત્ર એક જ મુવ પછી નિમેન સામેની મેચ છોડી દીધી હતી અને ત્યાર બાદ તેણે નિમેન પર ચિટીંગનો આક્ષેપ મૂક્યો હતો. કાર્લસને તેના આક્ષેપ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, અમારી (ચેસ) બોર્ડ પ્રોસેસ અસાધારણ જોવા મળી હતી. અગાઉ સિંકફિલ્ડ કપમાં અમારી મેચ દરમિયાન મેં નોંધ્યું કે, નિમેન જરાય પણ તનાવમાં નહતો. મેચની અત્યંત નિર્ણાયક પળોએ તેની એકાગ્રતા મેચમાં પણ નહતી. આમ છતાં તેણે કાળા મહોરાથી રમતાં જે પ્રકારે મને એકતરફી મુકાબલામાં આસાનીથી હારવ્યો તે મને ગળે ના ઉતર્યું. ખુબ જ જૂજ લોકો આવી રીતે મને હરાવી શકે છે. જુલીઅસ બેયર જનરેશન કપની મેચથી મારા દ્રષ્ટીકોણમાં બદલાવ આવ્યો હતો. નિમેને આક્ષેપને નકાર કહ્યું હતુ કે, જો કાર્લસન ઈચ્છે તો હું તેની સામે કોઈ પણ વસ્ત્ર પહેર્યા વિના પણ રમવા તૈયાર છું. જેથી તેને શંકા ન જાય કે હું તેની સાથે કોઈ પ્રકારે ચિટીંગ કરું છું.

Download Our B K News Today App



Related News