ગોલ્ડન હેટ્રિક! સર્જરી થઈ, છોકરાઓ સાથે ટ્રેનિંગ કરી... સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતી દેશની દીકરીએ રચ્યો ઈતિહાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-07 11:52:02
  • Views : 336
  • Modified Date : 2022-08-07 11:52:02

ગોલ્ડન હેટ્રિક! સર્જરી થઈ, છોકરાઓ સાથે ટ્રેનિંગ કરી... સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતી દેશની દીકરીએ રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન દાખવી રહ્યાં છે. આ વખતની રમતમાં ભારતીય ખેલાડીઓના છપ્પરફાડ પ્રદર્શનને કારણે દેશને અત્યાર સુધી 30થી વધુ મેડલ મળી ચૂક્યા છે. એવામાં કુસ્તીની સ્ટાર વીનેશ ફોગાટે શનિવારે ગોલ્ડ જીતીને દેશને ગર્વ અપાવ્યો હતો. મહિલાઓની 53 કિલોને ફ્રીસ્ટાઈલ ફાઈનલમાં એમને ચમોદ્ય કેશાનીને 4-0 થી માત આપી હતી. આ રીતે કોમનવેલ્થ ગેમ્સમાં લગાતાર ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતવાવાળી પહેલી ભારતીય પહેલવાન બની ગઈ છે. એમને 2014માં ગ્લાસ્ગો ખેલમાં પહેલું ગોલ્ડ મેડલ જીત્યું હતું. એ પછી વર્ષ 2018માં બીજું અને હવે ત્રીજું ગોલ્ડ મેડલ જીતની હેટ્રીક લગાવી દીધી છે. 

સહેલો નહતો સફર 
ટોક્યો ઓલમ્પિક્સમાં ખરાબ પ્રદશન કરનાર પહેલવાન વિનશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો દબદબો કાયમ રાખતા ગોલ્ડ જીતીને શાનદાર વાપસી કરી છે. વીનેશ માટે છેલ્લા 12 મહિના ઘણા તણાવ ભર્યા રહ્યા હતા પણ પરિવારનો સાથ મળવા પર અને તેની પ્રેક્ટિસમાં બદલવા કરવાને કારણે એમનું કરિયર કરી સારા ટ્રેક પર ચઢી ગયું છે. ટોક્યો ઓલમ્પિક્સમાં ટોચની ક્રમાંકિત ખેલાડી તરીકે પંહોચેલી વિનેશ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. એ પછી ઇજા અને કુસ્તી મહાસંઘ સાથે થયેલ અણબનાવને તેને માનસિકરૂપે ઘણી નીચે ધકેલી દીધી હતી. એમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી હતી. 

ફરી કરી ધમાકેદાર વાપસી 
27
વર્ષની વીનેશને ગયા વર્ષે કોણીની સર્જરી કરાવી પડી હતી અને એ પછી પ્રેક્ટિસની રીત બદલવી પડી હતી. એમને અંડર-15 વર્ગના છોકરાઓ સાથે પ્પ્રેક્ટિસ શરૂ કરી હતી. એમને શનિવારે 53 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું હતું કે, ' મારી પ્રેક્ટિસ હાલ સાચી ચાલી રહી છે અને હવે માનસિક રૂપે પણ હું સારું મહેસુસ કરું છું. મેં અહિયાં સુધી પંહોચવા માટે કેટલી મહેનત કરી છે એ બસ હું જ જાણું છું. છેલ્લા 12 મહિનામાં જે કર્યું એ બધુ બરાબર હતું, મેડલ જોઈને મને હવે એવું લાગી રહ્યું છે.' 

ટ્રેનિંગ નહતી મળી રહી 
વીનેશને કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં જગ્યા બનાવવા માટે ઘણા ટ્રાયલ જીતવા પડ્યા હતા અને ઘણી સમસ્યા અને ચુનૌતીનો સામનો કરવો પડ્યો હતો. વીનેશની ધમાકેદાર વાપસી પર નેશનલ કોચ જિતેન્દ્ર યાદવે કહ્યું હતું કે 'તેને જરૂર મુજબ ટ્રેનિંગ નહતી મળી રહી અને અંતે તેની ટ્રેનિંગ અને પ્રેક્ટિસમાં બદલવા આવ્યો તેથી આજે તે ફરી દેશનું ગૌરવ વધારી રહી છે. '

વિનેશ ફોગાટની અત્યાર સુધીની સિદ્ધિઓ

ગોલ્ડ: કોમનવેલ્થ ગેમ્સ 2022
ગોલ્ડ: કોમનવેલ્થ ગેમ્સ 2018
ગોલ્ડ: કોમનવેલ્થ ગેમ્સ 2014
ગોલ્ડ: એશિયન ગેમ્સ 2018

સિલ્વર: એશિયન ચેમ્પિયનશિપ 2018
સિલ્વર: એશિયન ચેમ્પિયનશિપ 2015
સિલ્વર: કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2013

બ્રોન્ઝ: એશિયન ચેમ્પિયનશિપ 2018
બ્રોન્ઝ: એશિયન ચેમ્પિયનશિપ 2019
બ્રોન્ઝ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2029
બ્રોન્ઝ: એશિયન ચેમ્પિયનશિપ 2016
બ્રોન્ઝ: એશિયન ચેમ્પિયનશિપ 2013
બ્રોન્ઝ: એશિયન ગેમ્સ 2014

 

Download Our B K News Today App



Related News