કલોલમાં વધુ એક મોત સાથે ગાંધીનગરમાં કોરોનાથી ૨૧ના મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 17:23:12
  • Views : 276
  • Modified Date : 2020-06-11 17:23:12

કલોલમાં વધુ એક મોત સાથે ગાંધીનગરમાં કોરોનાથી ૨૧ના મૃત્યુ


ગાંધીનગર જિલ્લામાં  કોરોના પોઝીટીવનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે કલોલ શહેરમાં એક ૫૨ વર્ષીય પુરુષનું મોત નિપજતાં સમગ્ર જિલ્લામાં કોરોનાથી ૨૧ દર્દીનાં મૃત્યુ થયા છે.ગાંધીનગરમાં એક અઠવાડિયા પછી કોરોના વાયરસનાં કહેરમાંથી રાહત મળી રહી છે.  ગાંધીનગર શહેરમાં સતત બે દિવસ સુધી કોરોના પોઝીટીવનો કોઈ કેસ નોંધાયો નથી. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ  કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્યનાં એકસાથે ૧૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે ગાંધીનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૯ દર્દીઓમાંથી ૧૪૦ દર્દીને રજા આપી દેવામાં આવી છે. જે ૫૪ ટકા થાય છે.ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં  કોરોનાથી વધુ એક દર્દીનું મોત નિપજયું છે. કલોલમાં ૫૨ વર્ષીય દર્દીનું મોત થતાં ગ્રામ્યમાં કુલ ૧૮ દર્દીનાં મૃત્યુ થયા છે. જ્યારે શહેરમાં ૩ સાથે સમગ્ર જિલ્લામાં કુલ ૨૧ દર્દીનાં મૃત્યુ થયા છે. જેની ટકાવારી માત્ર ૭ જ છે. તો અત્યારે ૧૦૧ એટલે કે, માત્ર ૩૯ ટકા દર્દી જ સારવાર હેઠળ છે.


Download Our B K News Today App



Related News