ગાંધીનગર જિલ્લામાં ફરી દેખાયો દીપડો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 14:58:05
  • Views : 100
  • Modified Date : 2023-12-22 14:58:05

ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન વિભાગ પણ દોડતુ થઇ ગયુ છે. દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર જિલ્લાના દહેગામના કડજોદરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગામમાં 4થી 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દીપડાને પકડવાની કવાયત શરુ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો નથી.ગાંધીનગરમાં અગાઉ સચિવાલય અને તે પહેલા ઇન્દ્રોડા પાર્કમાં દીપડો દેખાયો હોવાની ઘટના બનેલી છે. જો કે અત્યાર સુધી દીપડાએ કોઇને ઇજા પહોંચાડી હોય તેવી ઘટના બની નથી.પહેલી વાર ગાંધીનગરના દહેગામમાં દીપડાના હુમલાની ઘટના બની છે. કડજોદરા ગામમાં દીપડાએ લોકો પર હુમલો કર્યો છે. વન વિભાગને જાણ થતા જ ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.ગામની આસપાસ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.રખિયાલ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. દીપડાને પકડવા વન વિભાગની ટીમ સતર્ક બની છે.

Download Our B K News Today App



Related News