ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-26 16:47:04
  • Views : 62
  • Modified Date : 2024-06-26 16:47:04

ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. દવાનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીમાં મોટી માત્રામાં એજીસોમાઇસીન લખેલા ડ્રમ, ટોર્ચ પાઉડર, ખાલી કેપ્સ્યુઅલ અને એન્ટિબાયોટિક લેબલ મળ્યા છે.4 કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોરધન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. લાયસન્સ વગરની કેપ્સ્યુઅલ બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે.કોઈ પણ ટેસ્ટિંગ વગર બારોબાર વેચાણ કરાતુ હતુ. દવાના મટિરિયલને લઈ સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર કંપનીમાં કોઈ પણ પ્રકારનો ટેક્નિકલ સ્ટાફ હાજર ન હતો. ટેસ્ટીગ વગર જ કાચા માલનું સીધુ વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. જો કે સમગ્ર બાબતે હાલ ફૂડ અને ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News