વિધાનસભામાં કાયદા લેખન તાલીમ શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-23 17:34:54
  • Views : 164
  • Modified Date : 2024-10-23 17:34:54

 

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે ‘લેજિસ્લેટિવ ડ્રાફિ્ંટગ તાલીમ શિબિર’ના સમાપન સત્રને મંગળવારે સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, કાયદાના ડ્રાફિ્ંટગ વખતે તેના ઉદ્દેશોને પૂરેપૂરા ધ્યાનમાં રાખી સુસ્પષ્ટ રીતે તૈયાર કરાશે એટલો ગ્રે એરિયા નહીં રહે.ગ્રે એરિયા નહીં રહે તો ન્યાયપાલિકાનો હસ્તક્ષેપ નહીં રહે. ગૃહમાં યોજાયેલા સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, વર્તમાન ધારાસભ્યો, સાંસદો, પૂર્વ જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ત્રણ દશકની સંસદીય કારકિર્દીના અનુભવના નિચોડરૂપે અમિતભાઈએ લેજિસ્લેટિવ ડ્રાફિ્ંટગમાં કેવા પ્રકારની ચીવટ, ઝીણવટભરી બાબતો, સંવાદ અને નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાને લેવો જોઈએ તેમજ કાયદો ઘડનારા જનપ્રતિનિધિઓ એવા ધારાસભ્યો, સાંસદોએ તેની ચર્ચા માટે કેવી મહેનત કરવી જોઈએ તેની વિસ્તૃત અને ઉદાહરણો સાથે સમજ આપી હતી.શાહે કહ્યું કે, ‘લેજિસ્લેટિવ ડ્રાફિ્ંટગની કળા લુપ્ત થશે તો ન કેવળ લોકશાહી, ન કેવળ રાજ્ય કે દેશને જ નહીં, પરંતુ જનતાને સૌથી મોટું નુકસાન થશે. કાયદો બનાવતી વખતે, કાયદો બનાવવાની પ્રક્રિયા સમજ્યા વગર, જો કાયદાનું ડ્રાફિ્ંટગ કરીએ તો કાયદા ક્યારેય તેના ઉદ્દેશો સિદ્ધ ન કરી શકે. રાજકીય સંકલ્પ સાથે સરકારોના કેબિનેટ નિર્ણયોને લેજિસ્લેટિવ ડ્રાફ્ટ વિંગ તેને કાયદાના રૂપમાં ઢાળે છે. એટલે લેજિસ્લેટિવ વિંગની ભૂમિકા સૌથી મહત્વની છે. આજનો ટ્રેનિંગ શિબિર આ પરિપ્રેક્ષ્યમાં સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.‘કાયદો લખવાની પ્રક્રિયા સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે વિકસિત ન હોય ત્યાં સુધી લોકતંત્ર સફળ થવાની સંભાવના નથી,’ તેમ કહી સહકારિતા મંત્રીએ ઉમેર્યું કે, લેજિસ્લેટિવ ડ્રાફિ્ંટગની કળામાં સૌથી મહત્વપૂર્ણ ચીજ સ્પષ્ટતા છે. લેજિસ્લેચર જેટલી સ્પષ્ટતા સાથે પોતાના ઉદ્દેશોને કાયદામાં પરિવર્તિત કરે એટલો ગ્રે એરિયા ઓછો થાય અને જેટલો ગ્રે એરિયા - ઓછો થાય, એટલો ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઓછો થાય. ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ત્યાં જ થાય જ્યાં ગ્રે એરિયા હોય. એની સ્પષ્ટતા ન હોય. એટલે લેજિસ્લેશન બનાવતી વખતે કાયદો સુસ્પષ્ટ બનાવવો જોઇએ.’આ તકે જમ્મુ-કાશમીરમાંથી હટાવાયેલી આર્ટિકલ 370ની વાતને મૂકી હતી. તેમણે કહ્યું કે, તેના ડ્રાફ્ટ વખતે જ ‘ટેમ્પરરી પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટયૂશન’ એમ લખ્યું હતું અને એની જ નીચે લખાયું હતું કે રાષ્ટ્રપતિ કોઇપણ સમયે કોન્સ્ટિટ્યૂશન ઓર્ડર કરી તેને હટાવી શકે છે એના માટે રાજ્યસભા અને લોકસભામાં સાદી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવાનો રહેશે. આમ, હવે જો એ વખતે કોન્સ્ટિટ્યૂશન પ્રોવિઝન કર્યું હોત તો બંધારણ સુધારવું પડે. હટાવવાનો રસ્તો 370-3માં લખ્યો હતો.

 

Download Our B K News Today App



Related News