ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-09 16:21:05
  • Views : 50
  • Modified Date : 2025-04-09 16:21:05

ગુજરાત સરકારે આજે એક મહત્ત્વના નિર્ણય પર મહોર મારી છે. ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક રૂ. 1.50 કરોડ ગ્રાન્ટ મળે છે, જેમાં રૂ. એક કરોડનો વધારો કરાયો છે. એટલે કે હવે ધારાસભ્યો વાર્ષિક રૂ. 2.50 કરોડ ગ્રાન્ટ મળશે. આ પૈકી તમામ ધારાસભ્યે પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ રૂ. 50 લાખ વાપરવાના રહેશે. 

વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી ગુજરાતમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવે છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફસફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરાય છે. 

Download Our B K News Today App



Related News