ગિફ્ટ સિટીમાં લિકરના નિયમો હળવા કરાતાં બહારના લોકો પણ 'પાર્ટી' કરી શકશે, બારોબાર મળશે પરમિટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-21 14:15:40
  • Views : 24
  • Modified Date : 2025-04-21 14:15:40

ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટની શરતોમાં સુધારો કરીને બહારનાં લોકોને પણ દારૂની મહેફિલ કરવાનો પરવાનો આપી દીધો છે. પહેલાં એવો નિયમ હતો કે, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીએ લિકર એક્સેસ પરમિટ લેવા માટે ‘રેકમન્ડિંગ ઓફિસરની ભલામણ જરૂરી હતી. પરંતુ હવે રેકમન્ડિંગ ઓફિસરને બાજુ પર મૂકી દેવાયા છે અને કર્મચારી પોતે ઓથોરાઈઝ્‌ડ ઓફિસરને અરજી આપીને લિકર એક્સેસ પરમિટ મેળવી શકશે. લિકર એક્સેસ પરમિટ ધરાવનારની સાથે દારૂ પીવા માટે 5 વિઝિટર્સને ટેમ્પરરી પરમિટ અપાશે તેથી એક સાથે 6 લોકોનું ગ્રૂપ સાથે બેસીને દારૂ પી શકશે. 

રેકમન્ડિંગ ઓફિસરનો નિયમ કાઢી નંખાતાં હવે બારોબાર પરમિટ 

આ નિયમનો દુરૂપયોગ એ રીતે થશે કે, ગિફ્ટ સિટીમાં જે કર્મચારીઓએ લિકર એક્સેસ પરમિટ ના લીધી હોય તેમના નામે પણ બારોબાર પરમિટ બની જશે. પહેલાં લિકર એક્સેસ પરમિટ માટે રેકમન્ડિંગ ઓફિસર તરીકે કંપનીના એચઆર હેડ, પીઆરઓ કે બીજા કોઈ સીનિયર હોદ્દા પર બેઠેલા જવાબદાર અધિકારીની ભલામણ જરૂરી હતી. તેના કારણે કંપની પાસે પોતાના કેટલા કર્મચારીઓએ પરમિટ કઢાવી તેનો રેકોર્ડ રહેતો. 

Download Our B K News Today App



Related News