ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર થયું ફાયરિંગ, એકનું મોત

  • Published By :
  • Published Date : 2022-09-26 14:47:44
  • Views : 233
  • Modified Date : 2022-09-26 14:47:44

ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના બની છે. બીજ નિગમની કચેરી બહાર થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. ઈન્દ્રોડા ગામના વ્યક્તિનું ફાયરિંગમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News