ગાંધીનગરના ઉવારસદ-શેરથા રોડ ઉપરથી પતિને બાનમાં લઈ મામા સહિતના ચાર ઈસમોએ ભાણીનું અપહરણ કર્યું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-15 12:30:42
  • Views : 207
  • Modified Date : 2022-10-15 12:30:42

    ત્રણ વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલાં પ્રેમી પંખીડાને સવા મહિના પહેલા પરિવારની સંમતિ વિના ભાગીને લગ્ન કરવાં ભારે પડી ગયા છે.   પ્રેમી યુગલ ખરીદી કરવા રિક્ષામાં નીકળ્યું હતું, ત્યારે પત્નીના મામા સહિતના ચાર ઈસમોએ રીક્ષાને આંતરીને પતિને બાનમાં લઈ પરિણીતાનું કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. જેથી અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના ઉવારસદ ગામે રહેતો શખ્સને આજથી ત્રણ વર્ષ અગાઉ સોશિયલ મીડિયા થકી એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયા હતા. જેથી પ્રેમી પંખીડાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, યુવતીના પરીવારને આ લગ્ન મંજૂર નહોતાં. જેથી ગઈ તા. 02/09/2022ના રોજ ભાગીને અમદાવાદ ખાતે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેના થોડા દિવસ પછી બંને પ્રેમી યુગલ ઉવારસદ ગામે રહેવા આવી ગયા હતા. ત્યારે ગત તા. 12 મી ઓક્ટોબરના રોજ યુવતીના મામા તેમના મિત્ર સાથે યુવકના ઘરે ઉવારસદ ગયા હતા અને પ્રેમ લગ્ન બાબતે સામાજિક રાહે સમાધાન કરવાની વાત કરી નીકળી ગયા હતા.બાદમાં બીજા દિવસે યુવકને ફોન કરીને જણાવ્યું હતું કે, યુવતીની મમ્મી સાથે અમારે સામાજીક રીતે સમાધાનની વાતચીત થઇ ગયેલ છે તેઓ રાજી હોવાથી અત્યારે બંને જણા આવો આપણે સમાધાન કરાવી દઇએ છીએ. એજ રીતે ભાણીને પણ ફોન કરીને મામાએ ઉક્ત વાત કરી હતી. જોકે, યુવતીએ જણાવેલ કે, અમો કલોલ ખરીદી કરવા માટે જઇએ છીએ હાલમાં અમે વતનમાં નહી આવી શકીએ.ત્યારપછી પ્રેમી યુગલ રીક્ષા લઇને કલોલ કપડાની ખરીદી કરવા માટે ઉવારસદ-શેરથા રોડ ઉપર જતા હતા. તે દરમ્યાન બપોરના પોણા ત્રણેક વાગ્યાના સુમારે ઉવારસદ-શેરથા રોડ ઉપર એક સફેદ કલરની સ્વીફટ ગાડીમાં ચારેક માણસોએ રીક્ષા આંતરી હતી. જે પૈકીના એક ઈસમે યુવતીને ગાડીમાં બેસી જવા કહ્યું હતું. જેથી અજાણ્યા ઈસમને યુવતીએ ઘસીને ના પાડી દીધી હતી.​​​​​​​આ દરમિયાન યુવતીના મામા આવી પહોંચ્યા હતા અને યુવતીને ગાડીમાં બેસી જવા કહેવા લાગ્યા હતા. પરંતુ યુવતીએ ના પાડી દેતા તેના મામા તથા તેમની સાથે આવેલા અન્ય બે માણસોએ તેણીને બળઝબરી પુર્વક પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી. જેઓને રોકવાનો યુવક સહિતના લોકોએ પ્રયાસ કરતાં ચારેય જણાએ ઝપાઝપી કરી યુવકને ધક્કો મારી યુવતીનું અપહરણ કરીને નાસી ગયા હતા. આથી યુવકે પત્નીની ઘણી શોધખોળ કરેલી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પત્નીને પરત મેળવવા માટે યુવકે મામા સસરા સહિતના ચાર ઈસમો વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News