સેન્ટ્રલ વિસ્ટા ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-21 14:18:17
  • Views : 106
  • Modified Date : 2023-11-21 14:18:17

ગાંધીનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ દેખાવો કર્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા. સરકારે આપેલી ખાતરીનો અમલ નહીં થતા રોષે ભરાયેલા શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સરકારે આપેલી ખાતરીનો અમલ કરવામાં આવે તેવી પ્રાથમિક શિક્ષકોએ રજૂઆત કરી હતી.ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને કેટલીક ખાતરી આપવામાં આવી હતી. આજે ધરણા કરનાર શિક્ષકોનું કહેવુ છે કે તેમને જે ખાતરી આપવામાં આવી હતી, તેનો અમલ કરવામાં નથી આવ્યો. સૌથી મહત્વનો મુદ્દો જુની પેન્શન યોજનાનો છે. આ સાથે જ અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ગુજરાત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.દોઢ વર્ષ પહેલા ગુજરાત સરકાર આ તમામ મુદ્દા પર એકમત થઇ હતી.જો કે ધરણા કરનાર શિક્ષકોનો આરોપ છે કે હજુ સુધી તેનો અમલ થયો નથી.જો કે બીજી તરફ વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News