માજી સૈનિકો ધ્વારા પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ કરી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-09-13 17:37:06
  • Views : 241
  • Modified Date : 2022-09-13 17:37:06

છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માગણીઓને લઈને અનેકવાર રાજ્ય સરકારને  રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર ચિલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા. અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની 5 માગણી સ્વીકારી લેવામાં આવી હતી. જોકે હજી પણ બાકીની પડતર માગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં માજી સૈનિકો ધ્વારા સરકાર સામે જંગ છેડવામાં આવ્યો છે, જેમાં શહીદ જવાનના પરિવારો પણ આંદોલનમાં જોડાયા હતા. વાતાવરણ વધુ ઉગ્ર ન બને એ માટે ઘટનાસ્થળ પર પોલીસ દોડી આવી હતી.તેમજ તેમના પરિવારો દ્વારા 'ભારત માતા કી જય' તેમજ 'વંદે માતરમ' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પડતર તમામ માગ સ્વીકારાય અને એનો GR કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી છે. વધુ મળતી માહિતી મુજબ  ચિલોડા પોલીસ મથકના પી.આઈ એમજે જાડેજાએ જણાવ્યું હતું કે પડતર માગણીઓને લઇને આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકો એકઠા થયા હતા. હાલમાં કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી. ત્યારે ગાંધીનગરમાં થોડા દિવસ અગાઉ કલેક્ટરે ૧૪૪ની કલમ લાગુ કરી છે. જેને લઇને માજી સૈનિકોને આગળ જતાં અટકાવી દેવાયા હતા. ૧૪  પડતર માગણીને લઈને આંદોલન પર ઊતરેલા માજી સૈનિકોએ આજે સવારથી ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરવામાં આવતાં પોલીસે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દઈ વિધાનસભા પોલીસ-છાવણીમાં ફેરવી દેવાયું છે..

જુઓ માજી સૈનિકોની માંગણીઓ.. 

  1. શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  2. શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  3. શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  4. ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક
  5. શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામગૃહની વ્યવસ્થા
  6. વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  7. માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  8. રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  9. દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  10. કોન્ટ્રેક્ટ પદ્ધતિ રદ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  11. હથિયાર લાઇસન્સ રિન્યુ કરવા અને નવા લાઇસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  12. માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  13. સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  14. ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

 

Download Our B K News Today App



Related News