ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ ક્લબની વધી ડિમાન્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-26 09:51:15
  • Views : 117
  • Modified Date : 2023-12-26 09:51:15

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઈન્કવાયરી વધી છે. આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે. વિગતો મુજબ દારૂ પીવાની મંજૂરી બાદ ગિફ્ટસિટી ક્લબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ ચાર્જ રૂપિયા 7 લાખ હોવા છતાં 48 કલાકમાં જ નવા 107 સભ્યો નોંધાયા છે.ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાંજ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ .7.49 કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે.GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.  સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Download Our B K News Today App



Related News