ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા પાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-09 16:42:47
  • Views : 133
  • Modified Date : 2023-09-09 16:42:47

લાંબા વિરામ બાદ ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોકમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ પર પાણી ભરાયા હતા. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તામાં પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તો બીજી તરફ નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ખેરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જલાલપોર, નવસારી, ગણદેવીમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વાંસદામાં વરસ્યો 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News