જામનગરમાં રેલ્વે સ્ટેશન રોડ પરથી વિદેશી સિગારેટ સાથે એક શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-14 18:15:48
  • Views : 47
  • Modified Date : 2025-02-14 18:15:48

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક શખ્સ ચાઇના બનાવટના સિગરેટના પાકીટ સાથે પકડાયો હતો. જામનગર એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે વોચ ગોઠવી ચાઇના બનાવટના સિગરેટના 20 પેકેટો સાથે એક શખ્સને દબોચી લીધા બાદ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે એસ.ઓ.જી ની ટુકડીએ વોચ ગોઠવી હતી, આ દરમિયાન રોનક ભગવાનજીભાઈ ડોડીયા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો.

જેની તપાસ કરતા તેના કબજા માંથી ચાઇના બનાવટના સિગારેટના 20 પેકેટો મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી રૂપિયા 2,000 ની ની કિંમત નો વિદેશી સિગરેટ નો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સિગારેટ અને તમાકુ ઉત્પાદન અને વેચાણ તેમજ પૂરો પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2003 ની કલમ 7,8,9, અને 20 મુજબ ગુનો નોંધ્યો છે.

સિંગારેટના પેકેટ પર અંગ્રેજી ભાષામાં ચેતવણી વગેરે લખવાની હોય છે, પરંતુ તેવું કોઈ લખાણ ન હતું, અને માત્ર ચાઈનીઝ ભાષા લખેલી હતી. પોલીસ દ્વારા આ સિગરેટના પેકેટો કયાંથી મેળવ્યા? તે અંગે ઊંડાણપૂર્વક ની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપી રોનક ભગવાનજી ડોડીયા કે જે મૂળ ઓખા નો રહેવાસી છે, અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો હોવાનું અને શિપિંગ કંપનીઓમાં સર્વેયરનું કામ કરતો હોવાનું જણાવ્યું છે. જે તાજેતરમાં એક વિદેશી શિપમાં જઈને સર્વેયરના કામ માટે ગયો હતો, ત્યારે ત્યાંથી આ સિગરેટ લાવ્યો હોવાનું જણાવ્યું છે. જે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News