ગાંધીનગરમાં ગ્રેડ-પે વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં વનકર્મીઓ પહોંચ્યા

  • Published By :
  • Published Date : 2022-09-19 17:13:35
  • Views : 285
  • Modified Date : 2022-09-19 17:13:35

રાજ્યભરમાં અત્યારે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વન વિભાગના કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. તો હવે આ કર્મચારીઓ સરકારનો વિરોધ કરવા આજે ગાંધીનગર પહોંચ્યા હતા.

રજા પગાર અને અન્ય ભથ્થાંની પણ માગ
કર્મચારીઓએ પોતાની પડતર માગ સાથે ગાંધીનગરમાં પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે વન વિભાગના કર્મચારીઓ વિવિધ પોસ્ટર અને બેનરો લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, સાથે જ તેમણે વનરક્ષકને 2,800 રૂપિયા અને વનપાલને 4,200 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે એવી માગ કરી હતી. આ સાથે જ તેમણે રજા, પગાર અને અન્ય ભથ્થાં આપવાની પણ માગ કરી હતી.

વિરોધપ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત
વન વિભાગના કર્મચારીઓના વિરોધપ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓને 1800 ગ્રેડ પે આપવામાં આવે છે તેમજ વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, જેને વધારવાની માગ વનકર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વનરક્ષકો દિવસ-રાત ડ્યૂટી પર હોય છે. વાર-તહેવારની પણ રજા હોતી નથી કે વેકેશન પણ આપવામાં આવતું નથી, જેથી વનરક્ષકોને પણ પોલીસ ખાતાની જેમ રજાના દિવસે નોકરી કરાવવામાં આવે એ સમયગાળાનો રજા પગાર આપવા અંગેની જોગવાઈ કરવા વિનંતી કરવામાં આવી છે. આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે વનકર્મીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને વિરોધપ્રદર્શન કર્યું હતું.

Download Our B K News Today App



Related News