હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમાર પર ગાંધીનગર કોર્ટના કર્મચારીની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-13 14:56:11
  • Views : 121
  • Modified Date : 2023-10-13 14:56:11

ગાંધીનગરના સુઘડમાં રહેતા અને અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના  કર્મચારીનીની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે.ઘટનામાં કેટલાક CCTV પણ સામે આવ્યા છે. જેમાં હેડ કોન્સ્ટેબલે ગાડીમાંથી ઉતરીને હાથમાં હથિયાર લઈને જતા જોવા મળે છે. એટલું જ નહીં સુઘડના પાર્શ્વનાથ એટલાન્ટીસ પાર્કમાં રહેતી વ્યક્તિને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. અડાલજ પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે IPCની કલમ 279, 427, 323, 504, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News