ગાંધીનગરના તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 14:23:09
  • Views : 108
  • Modified Date : 2023-06-14 14:23:09

બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોની મદદ માટે તપોવન સંસ્કારપીઠે આરંભ્યો છે. ગાંધીનગર જિલ્લાના અમિયાપુર ગામ પાસે આવેલા ત્યાગ ટ્રસ્ટ અને તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરી રહેલા બાળકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે તે માટે તાડપત્રી અને ટોર્ચ જેવી રાહત સામગ્રીની કિટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News