ગંભીરે કહ્યું, બ્રિસ્બેનમાં 5 બોલર્સ સાથે રમે ટીમ ઇન્ડિયા, કોહલીની ગેરહાજરીમાં રહાણે ચોથા ક્રમે બેટિંગ કરે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 14:00:07
  • Views : 355
  • Modified Date : 2020-12-22 14:00:07

    પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું માનવું છે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમની કપ્તાની કરી રહેલા અજિંક્ય રહાણેએ કોહલીની ગેરહાજરીમાં ચોથા નંબરે બેટિંગ કરવી જોઈએ. સાથે જ આ મેચમાં ટીમે પાંચ બોલર્સ સાથે ઉતરવું જોઈએ. કોહલી પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લિવ પર જતો રહેશે. તેની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે બોક્સિંગ ડે ટેસ્ટ સહિત 3 ટેસ્ટમાં ટીમની કપ્તાની કરશે. ગંભીરે કહ્યું કે, હું સૌથી પહેલા રહાણેને ચોથા ક્રમે બેટિંગ કરતા જોવા માગું છું. જો તે ગિલ, રાહુલ અને વિહારીને આગળ મોકલશે તો તેનાથી ખોટો મેસેજ જશે. રહાણેએ નેગેટિવ ન થવું જોઈએ અને પોતે ચાર નંબરે બેટિંગ કરવી જોઈએ. તેમજ મેચમાં પાંચ બોલર્સ સાથે ઉતરવું જોઈએ. રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં છે. ગંભીરે કહ્યું, ટીમ ઇન્ડિયા પાસે 3 પેસ બોલર અને અશ્વિનના રૂપમાં એક સ્પિનર છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં લડવા સક્ષમ છે. ભારતે પોતાની સ્ટ્રેન્થ વધુ મજબૂત કરતા પાંચ બોલર્સ સાથે રમવું જોઈએ. રવિન્દ્ર જાડેજા પાંચમા બોલર તરીકે સારો વિકલ્પ છે. તેમજ ઇશાંત શર્માની ગેરહાજરીમાં ઉમેશ યાદવને ત્રીજા બોલર તરીકે રમાંડવાનું ચાલુ રાખવું જોઈએ.

Download Our B K News Today App



Related News