પાલનપુરમાં મહિલા ઇન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 10:53:24
  • Views : 1047
  • Modified Date : 2019-06-23 10:53:24

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશોસિએશનના સહયોગથી બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાતની ફુટબોલની ઓફિસિયલ
નંબર-૧ ટુર્નામેન્ટ મહિલા ઇન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શનિવારથી
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો. જેમાં ગુજરાતની ૧૨ ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ ૨૫ જુન સુધી ચાલશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશોસિએશનના સહયોગથી બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાતની ફુટબોલની ઓફિસિયલ
નંબર-૧ ટુર્નામેન્ટ મહિલા ઇન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શનિવારથી
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો. જેમાં પાટણ, સુરત, ગાંધીનગર, કચ્છ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, બોટાદ, છોટાઉદેપુર, મહેસાણા અને બરોડા જિલ્લાની ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં મુખ્ય ઉદ્દેશ્ય દરેક મહિલાઓમાં જાગૃતિ આવે અને ભાઈઓની જેમ જ મહિલાઓ પણ કંઈક કરી શકે છે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પાલનપુર
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવે દ્વારા પ્રથમ ફુટબોલ ટુર્નામેન્ટનો ટોસ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ આગામી સમયમાં ગોવા ખાતે રમાનાર ફૂટબોલની ગુજરાતની ટીમમાંથી રમવા માટે જશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ,
પાલિકા પ્રમુખ અશોકભાઈ
ઠાકોર, ડીવાયએસપી એ.આર. જનકાંત, દુષ્યંતભાઈ પંડયા, હરેશભાઇ ચૌધરી, હિતેશભાઇ ચૌધરી, સાગરભાઈ જાની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News