ફ્રેન્ચ ઓપનમાં સિંધુને સાઈના મચાવશે ધમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:43:14
  • Views : 442
  • Modified Date : 2019-10-22 17:43:14

ઓગસ્ટ મહિનામાં વર્લ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનારી બેડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ આજથી શરૂ થઈ રહેલી ફ્રેન્ચ ઓપનમાં પણ ટાઈટલ પોતાના નામે કરવા ઊતરશે અને તેના  પર સૌકોઈની નજર રહેશે. સિંધુ ઉપરાંત સાઇના નેહવાલનું પ્રદર્શન પણ જોવા જેવું રહેશે. વર્લ ચેમ્પિયનશિપ વિનર સિંધુ ચાઈના, કોરિયા અને ડેન્માર્ક ઓપનમાં વહેલી અકિલા બહાર થઈ ગઈ હતી. ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલ સુધી પહોંચનારી જ સિંધુનો મુકાબલો આ વખતે પહેલા રાઉન્ડમાં કેનેડિયન પ્લેયર કનિદૈ લાકિઅ મિશેલી લી સામે થશે. છેલ્લા કેટલાક સમયથી ઈજાને કારણે હેરાન થઈ રહેલી સાઇના  નેહવાલ હોન્ગકોન્ગની ચેઉંગ ન્ગેન યી સામે મુકાબલો લડી  ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાં પોતાના સફરની શરૂઆત કરશે. સામા પક્ષે પુરૂષોની મેચમાં કિદામ્બી શ્રીકાંત ચાઇનીઝ તાઇપેઈ પ્લેયર ચોઉ ચીન ચેન્ગ સામે  રમત રમી પોતાની ટુર્નામેન્ટનું શ્રીગણેશ કરશે. પૂરૂપલ્લી કશ્યપ એનજી કા લોંગ અંગુસ સામે, સમીર વર્મા કેન્ટા નિશીમોટો સામે પોત-પોતાના ઓપનિંગ રાઉન્ડ રમશે. ડબલ્માં અશ્વિની પોન્નપ્પા અને એન. સિક્કી રે ડીની જોડી કોરિયન પ્લેયર લી સો હી અને શિન સેઉંગ ચેન સામે જયારે સાત્વિકસિરાજ અને  ચિરાગ શેટ્ટીની જોડી જેલ્લે માસ અને રોબિન તબેલિંગ સામે ઓપનિંગ રાઉન્ડ રમશે.

Download Our B K News Today App



Related News