ચાર દેશોની સુપર સીરિઝ 2021માં રમાશે,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 17:16:58
  • Views : 450
  • Modified Date : 2019-12-23 17:16:58

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 2021 થી 4 દેશોની સુપર સીરિઝ રમાશે.સીરિઝની પ્રથમ સિઝન ભારતમાં રમાશે. સીરિઝમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત એક અન્ય ટીમ પણ રહેશે. આ અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) કહ્યું હતું કે 2023 થી 2031 દરમિયાન ફ્યૂચર ટૂર પ્રોગ્રામ હેઠળ દર વર્ષે એક મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યાં છે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ તેનો વિરોધ કર્યો હતો. જોકે ICC કોઈ પણ દેશને 3 થી વધુ ટીમની ટૂર્નામેન્ટના આયોજન માટે મંજૂરી આપતું નથી. ગાંગુલીએ તાજેતરમાં લંડનમાં ઈંગ્લેન્ડ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી હતી. સુપર સીરિઝ અંગે આઈસીસી એક્ઝિક્યૂટિવની આગામી બેઠકમાં ચર્ચા થશે. જોકે આ મુદ્દે વિવાદ થવાની શક્યતા છે.1985માં પ્રથમવાર 4 ટીમનો નેશન્સ કપ યોજાયો હતો.1985 માં પ્રથમવાર શારજાહ ખાતે 4 દેશોનું નેશન્સ કપ યોજાયો હતો. જેમાં ભારત, પાક., ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમો ઉતરી હતી. ભારતે ટાઈટલ જીત્યું. 1986માં ચાર દેશોની ચેમ્પિયન્સ ટ્રોફી શારજાહમાં રમાઈ હતી. જેમાં ભારત,પાક.,શ્રીલંકા અને વિન્ડીઝ ટીમ ઉતરી હતી. ફાઈનલમાં પાક.એ ભારતને હરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News