પૂર્વ ઇંગ્લિશ ફાસ્ટ બોલર ડેરેન ગોફે કહ્યું, વિરાટની ટીમ ઇન્ડિયા માત્ર જીતતા જાણે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 13:06:38
  • Views : 408
  • Modified Date : 2021-02-28 13:06:38

    ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ડેરેન ગોફે ટીમ ઇન્ડિયાની સરખામણી 1990ના દાયકાની ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કરી છે. તેમણે કહ્યું કે, વિરાટ કોહલીની ટીમની માનસિકતા માર્ક ટેલર અને સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયન ટીમ જેવી છે, જે માત્ર જીતતા જાણે છે. ભારતે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું. તે પછી ઇંગ્લેન્ડ સામે પણ હોમ સીરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી.

    માર્ક ટેલરે 1994થી લઈને 1998 સુધી ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી હતી. તેમની કપ્તાનીમાં ટીમે 50માંથી 26 ટેસ્ટ જીતી હતી. જ્યારે સ્ટીવ વોએ 1998માં કપ્તાન તરીકે ફરજ નિભાવવાનું શરૂ કર્યું. તેમની કપ્તાનીમાં કાંગારું 57માંથી 41 ટેસ્ટ જીત્યું હતું.ગોફે કહ્યું કે, 2 હાર પછી ઇંગ્લેન્ડની સ્થિતિ ખરાબ છે. ટીમને ઝટકો લાગ્યો છે. અહીંથી વાપસી કરવી સરળ નથી. ઘણા ઇંગ્લિશ ખેલાડીઓ તો હાર પછી દુઃખી છે. 50 વર્ષીય ગોફે કહ્યું કે, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધિકારી ટેસ્ટથી વધારે લિમિટેડ ઓવર્સ ક્રિકેટને મહત્ત્વ આપી રહ્યા છે. એટલે તેમણે રોટેશન પોલિસીનો ઉપયોગ કર્યો.

    ગોફે કહ્યું કે, જો રૂટ આ ટીમ માટે કંઈક સારું કરવા માગે છે. પરંતુ ઓઇન મોર્ગનને તેના કરતાં વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે. બોર્ડ વનડે અને T-20 શ્રેણી માટે ટીમને ફિટ રાખવા પ્રયાસ કરી રહ્યું છે.ગોફે કહ્યું કે, અમે નિશ્ચિત રૂપે T-20 વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહ્યા છીએ. પરંતુ અમારા મુખ્ય ખેલાડીઓ હવે બધા ફોર્મેટમાં રમે છે. તેમને બધી વનડે અને T-20 રમવાની જરૂર નથી. T-20 શ્રેણીમાં નવા ખેલાડીઓને તક આપવાની જરૂર હતી. અમે એ જોઈ શક્યા હોત કે કયો ખેલાડીઓ મેન ટીમમાં આવવા માટે તૈયાર છે.

    ગોફે કહ્યું કે, મને આશા છે કે ઇંગ્લેન્ડ શ્રેણી 2-2થી ડ્રો કરવામાં સફળ રહેશે. અમારા પાસે હવે આ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. જોકે, મને લાગે છે કે અમે એક ચાન્સ મિસ કર્યો. જો અમે અમારા બેસ્ટ પ્લેયર્સને તક આપી હોત તો રિઝલ્ટ બીજું કંઈક આવી શક્યું હોત.ગોફ ઇંગ્લેન્ડ માટે 58 ટેસ્ટ અને 159 વનડે રમ્યો છે. ટેસ્ટમાં તેમણે 229 અને વનડેમાં 235 વિકેટ લીધી. તેઓ 2 T-20 પણ રમ્યા છે જેમાં 3 શિકાર કર્યા છે. તેમણે 2006માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.



Download Our B K News Today App



Related News