ફૂટબોલ નેશનલ ટુર્નામેન્ટમાં અંડર ૧૭ ગર્લ્સમાં પહેલીવાર ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 17:42:00
  • Views : 475
  • Modified Date : 2019-10-25 17:42:00

સ્કૂલ  ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત ફૂટબોલ નેશનલ ટુર્નામેન્ટ માં અંડર ૧૭ ગર્લ્સ માં પ્રથમ વાર ગુજરાત ની ટીમ ફાઇનલમાં પહોચી છે  રાજસ્થાનના અજમેર ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતની દીકરીઓ એ  ઝારખંડને સેમી ફાઈનલમાં હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે  આવતીકાલે ફાઈનલ મેચમાં ગુજરાતની  દીકરીઓનો મુકાબલો  હરિયાણાની ટીમ સાથે થશે   ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલાડી બહેનોને તાલીમ માટે સરકાર તરફથી  વિનામૂલ્યે આવાસ ભોજન કોચિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.

Download Our B K News Today App



Related News