ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ

  • Published By :
  • Published Date : 2022-09-28 13:05:56
  • Views : 260
  • Modified Date : 2022-09-28 13:05:56

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યારસુધીમાં 20 T20 મેચ રમાઈ છે, જેમાં ભારત 11 અને આફ્રિકા 8 મેચ જીત્યું છે. એક મેચમાં નિર્ણય થઈ શક્યો નથી. બન્ને ટીમ વચ્ચે 4 મહિનામાં આ બીજી T20 સિરીઝ છે. આ વર્ષે આફ્રિકાની ટીમ પાંચ મેચ રમવા ભારત આવી હતી.બંને ટીમ વચ્ચે 2015માં પહેલીવાર T20 સિરીઝ રમાઈ હતી અને ભારતની ટીમને 0-2થી હાર મળી હતી. ત્યાર બાદ 2019માં યોજાયેલી T20 સિરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી હતી. 2022માં યોજાયેલી સિરીઝમાં 2-2થી બરાબરી કરી હતી. છેલ્લાં 7 વર્ષમાં બન્ને ટીમો વચ્ચે 3 T20 સિરીઝ રમાઈ છે અને ભારતની ટીમ એકપણ વખત સિરીઝ જીતી શકી નથી.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા- રેઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડિકોક, ટેમ્બા બાવુમા (સી), એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પેર્નેલ, તબારીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોર્ટ્યા, કેશવ મહારાજ.

Download Our B K News Today App



Related News