ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 15:29:59
  • Views : 492
  • Modified Date : 2023-03-02 15:29:59

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલથી અને પછી બેટથી સારું પ્રદર્શન કરીને મેચમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાએ ભારતને માત્ર 109 રનથી હરાવ્યું હતું. ત્યાર બાદ દિવસની રમતના અંત સુધીમાં તેણે જવાબમાં ચાર વિકેટે 156 રન કર્યા હતા. કાંગારુ ટીમે પ્રથમ ઈનિંગમાં અત્યાર સુધીમાં 47 રનની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા માટે કેમરૂન ગ્રીન અને પીટર હેન્ડ્સકોમ્બ ક્રિઝ પર છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ચારેય વિકેટ ઝડપી છે.
ભારતની ઈનિંગ 33.2 ઓવરમાં 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે લેફ્ટ આર્મ સ્પિનર મેથ્યૂ કુહનેમેને 16 રન આપીને પાંચ વિકેટ અને ઓફ સ્પિનર નાથન લાયને 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરુઆત સારી રહી નહતી અને માત્ર 12ના સ્કોર પર તેને પહેલો ફટકો પડયો. રવિન્દ્ર જાડેજાએ ઈનિંગની બીજી જ ઓવરમાં ટ્રેવિસ હેડ અલ્બીવને આઉટ કર્યો. હેડ છ બોલમાં નવ રન બનાવી શક્યો હતો.

આ પછી જાડેજાએ ચોથી ઓવરમાં માર્નસ લાબુસ્ચાગ્ને ક્લિન બોલ્ડ કર્યો. પરંતુ તે નો બોલ હતો અને લાબુસ્ચાગ્નેનેને જીવન મેળવ્યું. આ જીવનરેખા ભારતને ગુમાવવી પડી હતી અને ઉસ્માન ખ્વાજા સાથે બીજી વિકેટ માટે લાબુસ્ચાગ્નેએ 96 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ઉસ્માન ખ્વાજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 21મી અડધી સદી પૂરી કરી હતી. ખ્વાજાએ આ અડધી સદી પૂરી કરવા માટે 102 બોલનો સામનો કર્યો હતો.

108 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ પડી હતી. માર્નસ લાબુસ્ચાગ્નેએ 91 બોલમાં 31 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. 125 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી હતી. રવિન્દ્ર જાડેજાએ ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી છે. ખ્વાજાએ 147 બોલમાં 60 રન બનાવ્યા હતા. શુબમન ગિલે તેનો કેચ પકડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 146 રનના સ્કોર પર પડી હતી. સ્ટીવ સ્મિથને રવિન્દ્ર જાડેજાએ વિકેટકીપર શ્રીકર ભરતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. સ્મિથે 38 બોલમાં 26 રન બનાવ્યા હતા.

Download Our B K News Today App



Related News