પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટ ગુમાવી 202 રન કર્યા, રોહિત શર્માએ કરિયરની ચોથી સદી ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-02 15:52:32
  • Views : 458
  • Modified Date : 2019-10-02 15:52:32

ભારતે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે વિશખાપટ્ટનમ ખાતે 59.1 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને 202 રન કર્યા હતા. રોહિત શર્મા 115 રને અને મયંક અગ્રવાલ 84 રને અણનમ છે. વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી છે. તે ઉપરાંત રોહિત; શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ઓપનર બન્યો છે. ભારતીય ઓપનર્સે 24 ઇનિંગ્સ પછી ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી છે. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે સદીની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે પણ ચોથી ફિફટી મારીને રોહિતનો સારો સાથ આપ્યો હતો.ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમ વાઇએસઆર એસએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહેલી વાર એકબીજા સામે રમી રહી છે. 2016માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને 246 રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રને મેચ જીતી હતી. ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી. દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડા. દક્ષિણ આફ્રિકા એશિયામાં સતત આઠમી ટેસ્ટમાં ટોસ હાર્યું છે. વિરાટ કોહલીનો ટોસ જીતીને રેકોર્ડ: ટેસ્ટ 22*, જીત 18, હાર 0, ડ્રો 3 47 વર્ષ પછી ભારત માટે ઘરઆંગણે નવી ઓપનિંગ જોડી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પ્રથમ વાર ઘરઆંગણે ઓપનિંગ કરી રહ્યા છે. ઘરઆંગણે એક જ ટેસ્ટમાં ભારતના બંને ઓપનર્સ પ્રથમ વાર એક સાથે ઓપનિંગ કરી રહ્યા હોય તેવું 47 વર્ષ પછી બન્યું છે. અગાઉ 1972/73માં સુનિલ ગાવસ્કર (પ્રથમ હોમ ટેસ્ટ) અને રામનાથ પાર્કર (ડેબ્યુ) પ્રથમ વાર સાથે ઘરઆંગણે ઓપનિંગ કરી હતી. રોહિતે શરૂઆતની બે ટેસ્ટમાં બે સદી ફટકારી હતી રોહિત આજે પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનિંગ કરશે. તેણે 27 ટેસ્ટની 47 ઇનિંગ્સમાં 39.62ની એવરેજથી 1585 રન કર્યા છે. તેમાં 3 સદી અને 10 ફિફટીનો સમાવેશ થાય છે. 2013માં વિન્ડીઝ વિરુદ્ધ કોલકાતા ખાતે તેણે ડેબ્યુ કર્યું હતું. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 177 રન માર્યા હતા. બીજી ટેસ્ટમાં મુંબઈ ખાતે 111 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે પછી ત્રીજી સદી ફટકારતા તેને ચાર વર્ષ થયા હતા. નાગપુરમાં શ્રીલંકા વિરુદ્ધ તેણે અણનમ 102 રન કર્યા હતા. તે પછીની પાંચ ટેસ્ટમાં તેણે એકપણ સદી મારી નથી. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 9 ટેસ્ટની 16 ઇનિંગ્સમાં 47.37ની એવરેજથી 758 રન કર્યા છે. તેણે 2 સદી અને 3 ફિફટી મારી છે. તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1 હજાર રનથી 242 રન દૂર છે. તે આ સીરિઝમાં એટલા રન કરે તો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવાગ પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની જશે.

Download Our B K News Today App



Related News