પાવર હિટિંગમાં મહિલા ક્રિકેટરો પાછળ હોવાનું તારણ ,મહિલા ક્રિકેટરની સરખામણીએ પુરૂષ ક્રિકેટરનો સ્ટ્રાઇક રેટ ઉંચો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 16:02:21
  • Views : 477
  • Modified Date : 2023-03-01 16:02:21

ક્રિકેટના ટી-20 ફોર્મેટમાં પાવર હિટિંગ સૌથી મુખ્ય છે. આ વિભાગમાં મહિલાઓ પુરુષોથી પાછળ હોવાનું જણાય છે. મહિલા ટીમ 120 બોલમાં લગભગ 116 રન બનાવી શકે છે, જ્યારે પુરુષ 151 રન બનાવી લે છે. પ્રતિ ઓવર રન રેટ અને સ્ટ્રાઇક રેટના મામલે પણ મહિલાઓ પાછળ જ છે. હાલમાં થયેલા વુમન ટી-20 વર્લ્ડ કપના આંકડાનું એનાલિસિસ કરતા એવા અનેક અંતર ધ્યાનમાં આવે છે.

વુમન ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે સ્ટ્રાઇક રેટ ઇંગ્લેન્ડનો, પરંતુ સેમી-ફાઇનલમાં બહાર થઈ

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા બધાને પછાડીને છઠ્ઠીવાર ચેમ્પિયન બની છે. ટી-20 ફોર્મેટ પ્રમાણે, બેટ્સમેનમાં એ ટીમ સર્વશ્રેષ્ઠ નથી. તેને અન્ય ટીમની નબળી ગેમનો ફાયદો મળ્યો. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 134ની સ્ટ્રાઇક રેટથી રન બનાવી ઇગ્લેન્ડની ટીમ સેમી-ફાઇનલમાં બહાર થઈ ગઈ અને 123ના સ્ટ્રાઇક રેટથી રમતી ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી

મહિલા વર્લ્ડ કપમાં પ્રતિ ઓવર 6.90 રન બન્યા, પુરુષોમાં 7.50 રન રેટ રહ્યો

ટૂર્નામેન્ટમાં 120થી વધારે સ્ટ્રાઇક રેટથી રન બનાવતી માત્ર આ જ બે ટીમ રહી. મેચમાં પ્રતિ ઓવર લગભગ 6.90 રન બન્યા. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પુરુષ ટી-20 વર્લ્ડ કપમાં 16માંથી માત્ર એક ટીમ યુએઈ(90.96)એ ટૂર્નામેન્ટમાં 100થી ઓછી સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા, જ્યારે ટૂર્નામેન્ટમાં 7.50 રન પ્રતિ ઓવર બન્યા હતા.

વુમન ક્રિકેટમાં દરેક ઓવરમાં 6 રન બનાવવા પણ પડકાર સમાન

મહિલા ટીમ 5.78ના રન રેટ સાથે દર ઓવરમાં 6 રન બનાવવામાં પણ સંઘર્ષ કરતી જોવા મળી છે. સૌથી સફળ મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાનો પણ ટી-20 સ્ટ્રાઇક રેટ 114નો જ છે, જેનું કારણ સ્કિલ ઓછી હોવાનું નહિ, કેમ કે મહિલા ક્રિકેટમાં 420 ઇનિંગ્સમાં એવા કિસ્સાઓ બન્યા છે, જ્યારે ટીમ 20 ઓવર રમીને પણ ઓલઆઉટ થયા વિના 100થી ઓછા રન બનાવી શકી હોય. મહિલા ક્રિકેટમાં પાવર હિટિંગમાં સુધારા માટે ઘણો અવકાશ છે.

મહિલા ક્રિકેટમાં ટીમ 93 ટકા વખત 160 રનનો સ્કોર બનાવવામાં સફળ

પુરુષ ક્રિકેટમાં કોઈ ટીમ 160+નો સ્કોર બનાવીને 76% મેચ જ જીતે છે. ત્યાં જ મહિલા ક્રિકેટમાં આ સ્કોર લગભગ જીતની ગેરન્ટી છે. એવું એટલા માટે, કેમ કે મહિલા ટીમ 93% આ ટાર્ગેટ બચાવી લે છે. આ કારણે મેચમાં રોમાંચ ઓછો છે, જેની ખાસિયત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ રમાયેલી ટી-20 વર્લ્ડ કપની મેચમાં પણ જોવા મળી હતી, જ્યાં સેમી-ફાઇનલ જેવી મહત્ત્વની મેચ જોવા પણ વધારે દર્શકો પહોંચ્યા નહીં.

પુરુષમાં વધારે સ્ટ્રાઇક રેટ 176, મહિલાઓમાં 137

મહિલા અને પુરુષ ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટનું અંતર વ્યક્તિગત પ્રદર્શનમાં પણ જોવા મળે છે. ટી-20 ફોર્મેટમાં 1000થી વધારે રન બનાવી ચૂકેલા 101 પુરુષ ખેલાડી છે, જેમાં ભારતના સૂર્યકુમાર યાદવ(175.76)નો સ્ટ્રાઇક રેટ સર્વોચ્ચ છે. મહિલા ક્રિકેટમાં 1000 રનના આંકડા સુધી પહોંચેલી 49 ખેલાડીઓમાંથી દક્ષિણ આફ્રિકાની લેસ ટ્રિયોનનો સ્ટ્રાઇક રેટ 137.21 છે, જે સૌથી હાઈએસ્ટ છે. આ બંને કેટેગરીની વચ્ચે પાવર હિટિંગના અંતરને દર્શાવે છે.

 

મહિલાઓમાં 130 પ્લસ સ્ટ્રાઇક રેટ ધરાવતા માત્ર 3 બેટર, પુરુષોમાં 49

આમાંથી મહિલા ક્રિકેટમાં 130માંથી વધારેની સ્ટ્રાઇક રેટવાળાં માત્ર 3 બેટર છે, જ્યારે પુરુષ ક્રિકેટમાં એવા 49 બેટર છે, જે પ્રતિ 100 બોલ 130થી વધારે રન બનાવે છે. એનો ફાયદો મહિલા બોલરને મળે છે, જ્યાં 200 ઓવર પછી સૌથી વધારે ઇકોનોમી રેટ વિન્ડીઝની એલિન (8.27)નો છે, જ્યારે પુરુષોમાં સૌથી વધુ ઇકોનોમી રેટ વિન્ડીઝના રોમારિયો શેફર્ડ (10.51)નો છે.

Download Our B K News Today App



Related News