ફિફા વર્લ્ડકપમાં ફાઇનલ મેચ આર્જેન્ટિનાની જીત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 18:07:45
  • Views : 469
  • Modified Date : 2022-12-20 18:07:45

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવ્યું હતુ, પણ ફ્રાન્સના યુવા સેન્સેશન કિલિયન એમ્બાપ્પેએ આર્જેન્ટીનાના લેજન્ડ લાયોનેલ મેસીને હરાવીને ગોલ્ડન બૂટ મેળવવામાં સફળતા મેળવી હતી.
એમ્બાપ્પેએ આખી ટુર્નામેન્ટમાં આઠ ગોલ ફટકાર્યા હતા, જ્યારે મેસીએ સાત ગોલ ફટકારીને સિલ્વર બૂટ જીતી લીધું હતુ. એમ્બાપ્પેના હમવતન ઓલિવિયર ગિરોદને ચાર ગોલ ફટકારવા બદલ બ્રોન્ઝ બૂટ આપવામાં આવ્યો.
એમ્બાપ્પેએ ફાઈનલમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા, જોકે તેની ટીમને આર્જેન્ટીના સામે 3-3 (શૂટઆઉટ 4-2)થી હારનો સામનો કરવો પડયોનથી. તે 64 વર્ષમાં ગોલ્ડન બૂટ જીતનારો ફ્રાન્સનો સૌપ્રથમ ખેલાડી છે.
એમ્બાપ્પે 1974થી લઈને અત્યાર સુધી એક વર્લ્ડ કપમાં છથી વધુ ગોલ ફટકારનારો બીજો ખેલાડી પણ છે. અગાઉ બ્રાઝિલના રોનાલ્ડોએ 2002માં આઠ ગોલ ફટકાર્યા હતા.
એમ્બાપ્પે અત્યાર સુધી બે વર્લ્ડ કપમાં કુલ મળીને 12 ગોલ ફટકારી ચૂક્યો છે અને તે ફ્રાન્સના જસ્ટ ફોન્ટાઈન (13)ના રેકોર્ડથી માત્ર એક જ ગોલ દૂર છે.

Download Our B K News Today App



Related News