ફિફા વર્લ્ડકપઃ સેમિફાઈનલ પહેલા લેવાયો મોટો નિર્ણય

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:59:24
  • Views : 416
  • Modified Date : 2022-12-14 17:59:24

ફિફા વર્લ્ડકપ 2022માં પ્રથમ સેમિફાઇનલ પહેલા જ વિવાદ થયો છે. આજે મોડી રાત્રે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મેચ છે. ફિફાએ આ મેચ માટે એક મોટો નિર્ણય લીધો છે. વિવાદાસ્પદ રેફરી માટુ લાહોઝને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ માટુ લાહોઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં માટુ લાહોઝ રેફરી હતા અને તેમના ઘણા નિર્ણયો વિવાદનું કારણ બન્યા હતા. આ ઉપરાંત લિયોનેલ મેસ્સી સહિત અન્ય આર્જેન્ટિનાના ખેલાડીઓ સાથે પણ તેનો ઝઘડો થયો હતો.

આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં સ્પેનિશ રેફરી માટુ લાહોઝે કુલ 15 યલો કાર્ડ બતાવ્યા જેમાંથી એક લિયોનેલ મેસ્સીને પણ બતાવવામાં આવ્યું હતું. આ રેફરીના ઘણા નિર્ણયોને કારણે મેદાનમાં હંગામો થયો હતો. ફિફા દ્વારા માટુ લાહોઝ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને વર્લ્ડકપની બાકીની ચાર મેચોમાં કોઈ ફરજ સોંપવામાં આવી નથી.

ફિફામાં બે સેમિફાઈનલ, ત્રીજા સ્થાનની મેચ અને ફાઈનલ મેચ બાકી છે. નેધરલેન્ડ સામેની મેચ બાદ લિયોનેલ મેસીએ કહ્યું કે તે રેફરી વિશે વાત કરવા નથી માંગતો, કારણ કે જો તમે રેફરી વિશે કંઇક બોલશો તો તે કાર્યવાહી કરશે. ફિફાએ તેમના વિશે વિચારવું જોઈએ અને એવી જગ્યાએ રેફરી ન રાખવો જોઈએ જે કામ માટે યોગ્ય ન હોય.

Download Our B K News Today App



Related News