મેદાન પર હવે ફિલ્ડ અમ્પાયરની ‘મનમાની’ નહીં ચાલે: ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ પહેલાં ત્રણ નિયમો બદલાવતું ICC

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-15 17:05:40
  • Views : 157
  • Modified Date : 2023-05-15 17:05:40

પાછલા થોડા વર્ષોથી ઘણીવાર એવું જોવાયું છે કે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ‘સૉફ્ટ સિગ્નલ’ને કારણે અનેક નિર્ણયો પર વિવાદ થયા હતા. આ વિવાદોને ધ્યાનમાં રાખી આઈસીસીએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હવે સૉફ્ટ સિગ્નલને હંમેશા માટે હટાવી દેવામાં આવ્યું છે. આ નવો ફેરફાર આવતાં મહિને ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલા સાથે જ શરૂ થઈ જશે.

સાત જૂનથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે. બન્ને ટીમોને નવા ફેરફાર અંગે જણાવી દેવામાં આવ્યું છે. ક્રિકબઝના અહેવાલની માનીએ તો આઈસીસીની ક્રિકેટ કમિટીના પ્રમુખ સૌરવ ગાંગૂલીનો આ ફેરફારમાં મહત્ત્વનો રોલ છે. બીસીસીઆઈના સચિવ જય શાહ પણ આ મુદ્દાને ઉઠાવી ચૂક્યા હતા.

આઈસીસીના નિયમ પ્રમાણે સૉફ્ટ સિગ્નલ એ સ્થિતિ હોય છેજ્યાં નૉન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા અમ્પાયર થર્ડ અમ્પાયર સાથે વાત કરે છે અને થર્ડ અમ્પાયરને રેફર કરતાં પહેલાં પોતે નિર્ણય આપે છષ. આ પછી જો થર્ડ અમ્પાયર કોઈ નિર્ણય પર ન પહોંચી શકે તો ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય જ માનવામાં આવે છે. જો કે આ મુદ્દાને લઈને અનેકવાર ક્રિકેટરો નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

આ ઉપરાંત પણ આઈસીસીએ અન્ય બે મોટા ફેરફાર કર્યા છે. સામાન્ય રીતે પ્રકાશ ઓછો હોવા પર ટેસ્ટ મુકાબલા અટકાવી દેવામાં આવતા હતા પરંતુ હવે એવું બની બને. જો સમય કરતા પહેલાં કોઈ પણ કારણે રોશની ઓછી થાય છેતો ફ્લડ લાઈટસ (દુધીયા રોશની)નો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત એકમાત્ર મેચ માટે રિઝર્વ-ડે પણ રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News