પૂર્વ વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન લી રુઇએ ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 12:03:22
  • Views : 495
  • Modified Date : 2019-10-18 12:03:22

પૂર્વ વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન લી રુઇએ ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 28 વર્ષીય ચીનની ખેલાડી પોતાના સમયની શ્રેષ્ઠ ખેલાડી હતી. જોકે રિયો ઓલિમ્પિક દરમિયાન થયેલી ઇજાના કારણે તેનું કરિયર ટ્રેક પરથી ઉતરી ગયું હતું. તેણે 19 વર્ષની વયે સાઈના નહેવાલ અને તેની હમવતન લિયુ ઝીનને હરાવીને 2010માં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપનો ટાઇટલ પોતાના નામે કર્યો હતો.તે 2012માં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની હતી, તે પછી તેણે લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2013 અને 2014માં તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. રિયો ઓલિમ્પિક્સમાં ફેવરિટ તરીકે શરૂઆત કર્યા પછી સેમિફાઇનલમાં કેરોલિના મેરિન સામે તે ઇજાના લીધે હારી ગઈ હતી. જોકે કમબેક પછી તે માભા પ્રમાણે પ્રદર્શન કરી શકી ન હતી. ગયા મહિને કોરિયા ઓપનમાં તે પ્રથમ રાઉન્ડમાં ઇજાના લીધે સ્પર્ધાની બહાર થઇ હતી. પોતાના શાનદાર કરિયરમાં તેણે 14 સુપરસીરિઝના ટાઇટલ જીત્યા હતા અને 2013માં વુમન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ થઇ હતી.

Download Our B K News Today App



Related News