મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના એક સ્ટેન્ડમાં બેઠેલા બધાને આઇસોલેટ કરાયા; સિડનીમાં દર્શકોએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:54:08
  • Views : 405
  • Modified Date : 2021-01-06 12:54:08

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 ડિસેમ્બરે બીજી ટેસ્ટ જોવા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર પહોંચેલ એક પ્રેક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, આ દર્શક જે સ્ટેન્ડમાં બેઠો હતો, ત્યાં આવેલા બધા લોકોને આઇસોલેટ કરાયા છે. આ સાથે જ 7 જાન્યુઆરીએ શરૂ થનાર ત્રીજી ટેસ્ટમાં આવતા પ્રેક્ષકોએ માસ્ક ફરજિયાત પહેરવો પડશે.

    બીજી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન રમાઈ હતી. જ્યારે આ ટેસ્ટ રમાઈ, ત્યારે દર્શકો માટે માસ્ક જરૂરી નહોતો. જે દર્શકને કોરોના થયો તે બીજા દિવસે મેચ જોવા આવ્યો હતો.બોક્સિંગ ડે ટેસ્ટ જોવા માટે મેલબોર્નમાં ગયેલા જે દર્શકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે, તેઓ હવે સિડનીમાં ત્રીજી ટેસ્ટ જોવા જઈ શકશે નહીં.તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો તેઓ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે તો તેમને દંડ પણ ફટકારવામાં આવશે.ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ) ના આરોગ્ય પ્રધાન બ્રેડ હેઝાર્ડે કહ્યું કે, પશ્ચિમ સિડનીમાં આ દિવસોમાં કોરોનાના ઘણા કેસો નોંધાયા છે.તેથી, ત્યાંના લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. તેમણે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા, પરંતુ ખાનગી વાહન અથવા ટેક્સીનો ઉપયોગ કરીને સ્ટેડિયમ પહોંચવાની અપીલ કરી હતી.

      •     સિડનીમાં કોરોનાના વધતા જતા મામલાને જોતાં એનએસડબલ્યુ સરકારે ત્રીજી ટેસ્ટ માટે દર્શકોની સંખ્યા મર્યાદિત કરી છે.ત્રીજી ટેસ્ટમાં ફક્ત 25% લોકોને પ્રવેશ આપવામાં આવશે. સિડની સ્ટેડિયમની કુલ ક્ષમતા 38 હજાર લોકોની છે. ફક્ત 9500 દર્શકોને દૈનિક પ્રવેશ મળશે.આ અગાઉ ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં 2 વનડે અને ટી 20 મેચ પણ રમી હતી.વનડેમાં 18 હજાર અને ટી 20 માં 30 હજારથી વધુ દર્શકોને એન્ટ્રી આપવામાં આવી હતી. તે સમયે, સિડનીમાં કોરોનાના ઓછા કેસ હતા.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ સિડની અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.

Download Our B K News Today App



Related News