ભારત જીતથી 3 વિકેટ દૂર; ઇંગ્લેન્ડની 7 વિકેટ પડી, જીત માટે હજી 360+ રનની જરૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 12:18:24
  • Views : 378
  • Modified Date : 2021-02-16 12:18:24

    ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે 482 રનનો પીછો કરતાં 7 વિકેટે 116 રન કર્યા છે. તેમને હજી 366 રનની જરૂર છે. જો રૂટ અને મોઇન અલી બેટિંગ કરી રહ્યા છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે 3-3 વિકેટ, જ્યારે કુલદીપ યાદવે 1 વિકેટ લીધી છે.ડેનિયલ લોરેન્સ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 53 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોરેન્સને આઉટ કર્યો તે ચોથા દિવસે અશ્વિનનો પ્રથમ બોલ હતો. તે પછી બેન સ્ટોક્સ 8 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.

    ટેસ્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2003માં 418 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ભારતના મેદાન પર અત્યાર સુધીમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં 276 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.

    પૂજારા (7) રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.

    ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન




Download Our B K News Today App



Related News