કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી; અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 12:49:19
  • Views : 365
  • Modified Date : 2021-02-16 12:49:19

    ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.આ મેચ જીતીને વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ઘરઆંગણે 21મી ટેસ્ટ જીતી છે. તેણે આ મામલે ધોનીની બરાબરી કરી છે. અમદાવાદ ખાતેની 2માંથી એક ટેસ્ટ જીતીને કોહલી ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી સફળ ભારતીય કપ્તાન બની જશે.

-5/64 વીવી કુમાર vs પાકિસ્તાન, દિલ્હી 1960/61

-6/103 દિલીપ દોશી vs ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ 1979/80

-8/61 & 8/75 નરેન્દ્ર હિરવાની vs વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ 1987/88

-5/71 અમિત મિશ્રા vs ઓસ્ટ્રેલિયા, મોહાલી 2008/09

-6/47 રવિચંદ્રન અશ્વિન vs વેસ્ટ ઇન્ડિઝ, દિલ્હી 2011/12

-5/41 અક્ષર પટેલ vs ઇંગ્લેન્ડ, ચેન્નઈ, 2020/21*

    જો રૂટ 33 રને અક્ષર પટેલની બોલિંગમાં રહાણેના હાથે સ્લીપમાં કેચ આઉટ થયો હતો. તે પ્રથમ દાવમાં 6 રને અક્ષરનો જ શિકાર થયો હતો. રૂટ 8 ટેસ્ટમાં પહેલીવાર ભારતમાં ફિફટી મારી શક્યો નથી. આ પહેલાં તેણે ભારતમાં રમેલી તમામ ટેસ્ટમાં ફિફટી મારી હતી.

    ડેનિયલ લોરેન્સ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 53 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોરેન્સને આઉટ કર્યો તે ચોથા દિવસે અશ્વિનનો પ્રથમ બોલ હતો. તે પછી બેન સ્ટોક્સ 8 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.ટેસ્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2003માં 418 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ભારતના મેદાન પર અત્યાર સુધીમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં 276 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.

    ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.

Download Our B K News Today App



Related News