ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઝડપી બોલર બોબ વિલિસનું નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 17:49:43
  • Views : 501
  • Modified Date : 2019-12-06 17:49:43

વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બોબ વિલિસનું નિધન થયું છે. જેઓને સમગ્ર ક્રિકેટ જગત શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. બોબ વિલિસ 70 વર્ષના હતા  અને કેન્સરથી ગ્રસ્ત હતા વિલિસનો જન્મ 30 મે 1949ના રોજ થયો હતો અને 4 ડિસેમ્બર 2019ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ઇંગ્લેન્ડ તરફથી છ ફૂટ છ ઇંચ લાંબા જમણા હાથના ઝડપી બોલર વિલિસે 90 ટેસ્ટમાં 325 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગ્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન  43  રનમાં આઠ વિકેટ અને મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શનમાં નવ વિકેટ હતી.તેમની કારકિર્દીમાં  તેમણે 16 ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. વન-ડે  ક્રિકેટમાં તેમણે 64 મેચ રમી હતી અને 11 રન આપીને ચાર વિકેટ સાથે કુલ 80 વિકેટ ઝડપી હતી. તેમણે પ્રથમ વર્ગ ક્રિકેટમાં 308 મેચમાં 899 વિકેટ અને  293 લિસ્ટ એ મેચોમાં 421 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેમણે જાન્યુઆરી, 1971માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ રમી હતી. જ્યારે તેમની છેલ્લી ટેસ્ટ  જુલાઈ, 1984માં લીડ્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.

Download Our B K News Today App



Related News