ઇંગ્લેન્ડને 32-12થી હરાવીને સાઉથ આફ્રિકા ત્રીજી વાર ચેમ્પિયન બન્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 18:17:12
  • Views : 450
  • Modified Date : 2019-11-02 18:17:12

સાઉથ આફ્રિકાએ રગ્બી વર્લ્ડ કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડને જાપાનના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ યોકોહામામાં 32-12થી હરાવ્યું હતું. આ સાથે જ સાઉથ આફ્રિકા ત્રીજી વાર ચેમ્પિયન બન્યું છે. તેમના માટે હાંડરે પોલાર્ડે 22 પોઈન્ટ્સ મેળવ્યા હતા. હાફ ટાઈમમાં સાઉથ આફ્રિકા 12-6થી આગળ હતું, રગ્બી વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ ટીમ પ્રથમ હાફમાં પાછળ રહ્યા પછી વિજેતા બની નથી અને સાઉથ આફ્રિકાએ તે ક્રમ જાળવી રાખ્યો હતો.અત્યાર સુધીમાં ચાર ટીમો ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રગ્બી વર્લ્ડ કપમાં વિજેતા બની છે. ન્યૂઝીલેન્ડ 1987, 2011 અને 2015માં ચેમ્પિયન બન્યું હતું. સાઉથ આફ્રિકા આ પહેલા 1995 અને 2007માં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા બે વાર 1991 અને 1999માં કપ જીત્યું હતુ, જ્યારે ઇંગ્લેન્ડ માત્ર એકવાર 2003માં ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડ પાસે ઓસ્ટ્રેલિયાએ મેળવેલી સિદ્ધિની બરોબરી કરવાની તક હતી. ઓસ્ટ્રેલિયાએ 1999માં ક્રિકેટ અને રગ્બી બંને વર્લ્ડ કપ જીત્યા હતા. જોકે ઇંગ્લેન્ડ તેવું કરવામાં નિષ્ફ્ળ રહ્યું હતું.

Download Our B K News Today App



Related News