ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 19:08:50
  • Views : 520
  • Modified Date : 2019-06-18 19:08:50

વર્લ્ડ કપની 24મી મેચ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યાં છે. કેપ્ટન ઈયોન મોર્ગને 148 રનની શાનદાર ઈનિંગ રમી. તેને વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી મારી. મોર્ગને 57 બોલમાં છગ્ગો ફટકારીને સદી પૂરી કરી. આ વર્લ્ડ કપના ઈતિહાસની ચોથી સૌથી ફાસ્ટ સેન્ચુરી છે.મોર્ગને પોતાની ઈનિંગમાં કુલ 17 સીક્સ ફટકારી. આ સાથે જ મોર્ગન વનડેમાં સૌથી વધુ સીક્સ લગાવનાર બેટ્સમેન બની ગયો. તેને વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ, ભારતના રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલયર્સના 16-16 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ વર્લ્ડ કપમાં સૌથી વધુ સીક્સ મારનાર ખેલાડી પણ બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (14 સીક્સ)ને પાછળ છોડ્યા છે.મોર્ગને રૂટની સાથે ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી. રૂટ 88 રન બનાવીને આઉટ થયો. આ પહેલાં જોની બેયરસ્ટો સદી કરતાં ચૂક્યો હતો, તે 90 રનનાં સ્કોર પર ગુલબદ્દીન નઇબની ઓવરમાં આઉટ થયો. બેયરસ્ટોએ 99 બોલમાં 8 ફોર અને 3 સીક્સ મારી હતી. તેઓએ બીજી વિકેટ માટે જો રૂટની સાથે 120 રનની ભાગીદારી કરી હતી. તો પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલા જેમ્સ વિંસ 31 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દૌલત જાદરાનની બોલમાં મુજીબ ઉર રહેમાને તેનો કેચ કર્યો હતો.

Download Our B K News Today App



Related News