પૃથ્વી શો બંને ઇનિંગ્સમાં ઇન-સ્વીંગ બોલ્ડ; સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- તેમના કરતા વધુ સારો બુમરાહ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:32:33
  • Views : 374
  • Modified Date : 2020-12-19 15:32:33

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલ ડે-નાઈટ ટેસ્ટના બીજા દિવસે ભારતની બીજી ઇનિંગ્સમાં પૃથ્વી શો ફરી એકવાર નિષ્ફળ ગયો. શો 4 બોલમાં 4 રન બનાવી પૈટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. પ્રથમ ઇનિંગ્સમાં મિશેલ સ્ટાર્કે મેચના બીજા જ બોલ પર તેને શૂન્ય આઉટ કર્યો હતો.બીજી ઇનિંગ્સમાં 4 રન બનાવી આઉટ થયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, પૃથ્વી શો 96 રને પોતાની સદી ચૂકી ગયો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું BCCIએ શોને બેટિંગની સરેરાશ વધારવા માટે ઝિમ્બાબ્વે સામે સીરીઝ રમાડવી જોઈએ, જેથી નિષ્ણાતો તેમની પ્રશંસા કરી શકે.પૃથ્વી શો એ આ મેચને મળીને અત્યાર સુધી કુલ 5 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે લગભગ 55ની સરેરાશથી 339 રન બનાવ્યા હતા. 339 રનમાંથી 237 રન તેમણે ભારતમાં બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે 134 રન બનાવ્યા હતા. જ્યારે, તેણે હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 70 રન (પ્રથમ ઇનિંગ્સ) બનાવ્યા અને 33 રન * (બીજી ઇનિંગ્સ) બનાવ્યા હતા.સોશિયલ મીડિયા યુઝર્સે શોના નબળા ફોર્મને ટ્રોલ કર્યું હતું. તેમણે કહ્યું કે આજની તારીખમાં જસપ્રિત બુમરાહ આજે પૃથ્વી કરતા વધુ સારું રમી રહ્યો છે.

    ત્યાર બાદ 3 ટેસ્ટ મેચમાં તેમણે ફક્ત 102 રન બનાવ્યા હતા. આ ત્રણેય મેચ વિદેશી પિચ પર રમાઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં તેણે16 રન (પ્રથમ ઇનિંગ્સ) અને 14 રન (બીજી ઇનિંગ્સ) બનાવ્યા હતા. જ્યારે, તેણે ક્રાઈસ્ટચર્ચમાં આ ટીમ સામે તેણે 54 રન (પ્રથમ ઇનિંગ્સ) અને 14 રન (બીજી ઇનિંગ્સ) બનાવ્યા હતા.2015થી ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થવા સુધી પૃથ્વી શોને ટ્રેનિંગ આપનાર કોચ જ્વાલા સિંહે શો નું સમર્થન કર્યું હતુ. તેમણે કહ્યું, 'ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓ ઓપનર માટે પડકાર બની રહે છે. વસીમ જાફરે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સારા રન બનાવ્યા છે, પરંતુ જ્યારે તે ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે તે ત્યાં વધારે સારૂ પ્રદર્શન કરી શક્યો ન હતો. પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને બાદ કરતા તમામ બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડ્યો હતો.'

    જ્વાલા સિંહે કહ્યું, 'પૃથ્વી પાસે ઓસ્ટ્રેલિયાની પિચ પર પરવાનો અનુભવ નથી. મને લાગે છે કે તેણે વિકેટ પર રોકાઈણે રમવાની ટેવ પડાવી પડશે. તે શરૂઆતથી જ એટેકિંગ ક્રિકેટ રમે છે એટેકિંગ રીતે રમવું એ ખૂબ સારી બાબત છે. પરંતુ મને લાગે છે કે જ્યારે બોલર સારી બોલિંગ કરી રહ્યો છે, ત્યારે તે સમયે તેણે પોતાને થોડો કંટ્રોલ કરવો જોઈએ. તમારે વિકેટ પર સમય આપવો પડશે. જ્યારે તે વિકેટ પર રહેવાનું શીખી જાય છે, ત્યારે મને લાગે છે કે તે મોટો સ્કોર કરી શકશે.'ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મૂડીનું કહેવું છે કે શો એક તેજસ્વી ટેલેન્ટ છે, પરંતુ તે બોલને જોરથી ફટકારવા માંગે છે. આને કારણે, તેમનું બેલેન્સ બગડે છે. આ જ કારણ છે કે તેમના બેટ અને પેડ વચ્ચે ઘણી સ્પેસ રહી જાય છે. જોરથી હિટ કરવાના ચક્કરમાં હાથ તેમના શરીરથી દૂર જતો રહે છે.

    IPLમાં શોની ટીમ, દિલ્હી કેપિટલ્સના કોચ, રિકી પોન્ટિંગે ગુરુવારે શો ના આવા જ પ્રકારે આઉટ થવાની આગાહી કરી હતી. પોન્ટિંગે કોમેંટરી દરમિયાન જણાવ્યું હતું કે ઇનસ્વિંગ બોલ રમતી વખતે શોને બેટ અને પેડ વચ્ચે અંતર રાખવાની ટેવ છે. પોન્ટિંગે કહ્યું હતું કે જો શોની બેટિંગમાં કોઈ ખામી હોય તો તે અંદર આવતા બોલને રમવાની તેની ટેક્નિક.પોન્ટિંગે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બોલરો કદાચ તેમને ઇનસ્વિંગથી પરેશાન કરી શકે છે. પોન્ટિંગની ભવિષ્યવાણી પ્રથમ ઇનિંગ્સમાં મિશેલ સ્ટાર્ક અને બીજી ઇનિંગ્સમાં પેટ કમિન્સએ સાચી હોવાનું સાબિત થઈ. IPLમાં પણ શો ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ પછી પોન્ટિંગે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો.




134

ન રમ્યા

134

વેસ્ટઇંડીઝ

રાજકોટ

4 ઓકટોબર, 2018

70

33*

103

વેસ્ટઇંડીઝ

હૈદરાબાદ

12 ઓક્ટોબર, 2018

16

14

30

ન્યુઝીલેંડ

વેલિંગ્ટન

21 ફેબ્રુઆરી, 2020

54

14

68

ન્યુઝીલેંડ

ક્રાઈસ્ટચર્ચ

29 ફેબ્રુઆરી, 2020

0

4

4

ઓસ્ટ્રેલિયા

એડિલેડ

17 ડિસેમ્બર, 2020

Download Our B K News Today App



Related News