ડ્રેગન બોટ ચેમ્પિયનશિપ યોજાઇ, હરિયાણા પ્રથમ, પંજાબ બીજા, દિલ્હી ત્રીજા ક્રમે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:25:35
  • Views : 186
  • Modified Date : 2022-12-13 18:25:35

પંજાબના ચંદીગઢના સુખના તળાવ ખાતે યોજાયેલી ત્રણ દિવસીય ૧૦મી સિનિયર નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશીપમાં હરિયાણાએ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
જ્યારે પંજાબે એક ગોલ્ડ, સાત સિલ્વર મેડલ સાથે બીજું અને દિલ્હી એક સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતુ. આ વિજેતા ટીમોને ડ્રેગન બોટ ફેડરેશનના નેશનલ પ્રેસિડેન્ટ વિનોદ શર્માના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમણે ડ્રેગન બોટ પ્રત્યે યુવાનોમાં વધી રહેલા રસ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ફેડરેશનના ખેલાડીઓ અને પદાધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જે ઉત્સાહથી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો, તે સ્પર્ધા દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ કરતાં વધુ હતો.
શર્માએ જણાવ્યું હતું કે, પુરુષ અને મહિલા વર્ગની તમામ ટીમોએ સારો દેખાવ કર્યો હતો અને રમતની ભાવનાથી રમત રમી હતી. ભવિષ્યમાં વધુને વધુ સ્પર્ધાઓ યોજાશે તેવી ખાતરી આપી હતી.
આ સ્પર્ધામાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત 16 રાજ્યોના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પુરુષોની 500 મીટરની ડ્રેગન બોટ ઈવેન્ટમાં હરિયાણાની ટીમે 2.44.23 સેકન્ડમાં રેસ પુરી કરી હતી. મહિલા વિભાગમાં હરિયાણાની ટીમે 3.00.51 સેકન્ડમાં, પંજાબ બીજા અને હિમાચલને ત્રીજું સ્થાન મળ્યું હતુ. પુરુષોની 1000 મીટરની રેસમાં હરિયાણા પ્રથમ, પંજાબ બીજા અને દિલ્હી 5.39.22 સેકન્ડમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. જ્યારે પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશે બે-બે સિલ્વર મેડલ અને બિહારને એક-એક સિલ્વર મેડલ મળ્યોનથી.
શર્માના મતે ટૂંક સમયમાં જ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ પોંડિચેરીમાં અને ફેડરેશન કપ દિલ્હીમાં યોજાશે.

Download Our B K News Today App



Related News