દિવાળી બાદ રાજકોટમાં ક્રિકેટનો માહોલ જામશે, 7 નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 14:49:37
  • Views : 496
  • Modified Date : 2019-10-19 14:49:37

દિવાળીના તહેવારો બાદ રાજકોટમાં ક્રિકેટનો માહોલ જામશે. આગામી 7મી નવેમ્બરે રાજકોટના આંગણે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે સૌ પ્રથમવાર ઈન્ટરનેશનલ ટી-20 મેચ જામનગર રોડ ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.બંને ટીમો નવી દિલ્હીથી 4 નવેમ્બરે ચાર્ટર્ડ ફલાઈટથી રાજકોટ આવી પહોંચશે. બાંગ્લાદેશ અને ભારતની ટીમ તા.5-6 નવેમ્બર દરમિયાન નેટ પ્રેકટીસ કરશે. ટીમ ઈન્ડિયાને હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો અપાશે. જ્યારે ટીમ બાંગ્લાદેશને હોટેલ ઈમ્પિરીયલ પેલેસમાં ઉતારો અપાશે. આ મેચ માટે ટિકિટનું વેચાણ ઓનલાઈન તા.21મી શરૂ થશે. આ ઉપરાંત રાજકોટ ખાતે 31મી ઓકટોબરથી ટિકિટ કાઉન્ટર ટિકિટના વેચાણ માટે શરૂ થશે.

Download Our B K News Today App



Related News