દિપક પુનિયા ફાઇનલમાં પહોંચ્યો, ઈરાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસન યજદાની વિરુદ્ધ ગોલ્ડ માટે રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 13:04:43
  • Views : 553
  • Modified Date : 2019-09-22 13:04:43

દિપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે સાથે જ ભારત માટે મેડલ પણ સુનિશ્ચિત કરી દીધો છે. પુનિયાએ 86 કિલોગ્રામની કેટેગરીમાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટિફન રિચમૂથને 8-2થી હરાવ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો ઈરાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસન યજદાની સામે થશે. તે ફાઇનલ જીતે તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર બીજો ભારતીય રેસલર બનશે. અગાઉ 2010માં સુશીલ કુમારે મોસ્કોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિપકે શનિવારે સેમિફાઇનલમાં રમીને આવતા વર્ષના ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ ક્વોલિફાય થઇ ગયો હતો.

Download Our B K News Today App



Related News