ધોનીનો મોટો નિર્ણય આગામી 2 મહિના માટે ટીમ ઈન્ડિયાનો સાથ છોડશે વધુ જોવા કિલ્કકરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 14:51:28
  • Views : 543
  • Modified Date : 2019-07-20 14:51:28

38 વર્ષીય એમ.એસ.ધોનીએ BCCIને સૂચિત કર્યુ કે તેઓ હાલમાં 2 મહિના સુધી ક્રિકેટ નહી રમે. ધોની આગામી 2 મહિના માટે પૈરા મિલેટરી ફોર્સમાં શામેલ થવા જઇ રહ્યો છે.જોકે ધોનીએ પોતાના સંન્યાસને લઇને કોઇ જાહેરાત કરી નથી, પરંતુ 2 મહિના સુધી ક્રિકેટ નહી રમે. આ પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે, ધોની વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે. આ પહેલા ધોનીના સંન્યાસના સમાચાર પર મેનેજર તથા દોસ્ત અરૂણ પાંડેએ નિવેદન આપ્યુ હતુ. અરૂણ પાંડેએ કહ્યુ કે, ''હાલ ધોનીનો રિટાયર્ડ થવાનો કોઈ પ્લાન નથી. આટલા કીર્તિમાન ખેલાડીના ભવિષ્યને લઈને આ પ્રકારનો ક્યાસ લગાવવો તે ખૂબ જ દુઃખદ બાબત છે.''તમને જણાવી દઇએ કે, વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની સફર સેમિફાઇનલ પર અટકતા ધોનીના સંન્યાસની અટકળો લગવાની શરૂ થઇ ગઇ. અરૂણ પાંડે પહેલા ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીએ કહ્યુ હતુ કે, તે T-20 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. ધોનીના સંન્યાસને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. તમને જણાવી દઇએ કે, 2019 ધોની પોતાના ફોર્મને લઇને સતત આલોચકોના ટાર્ગેટ પર રહ્યા છે. 8 મેચમાં તેણે 273 રન કર્યા છે, જે કોઇ પણ ભારતીય મધ્યક્રમના બેટ્સમેન દ્વારા સૌથી વધારે છે. હાર્દિક પંડ્યા (226) અને રિષભ પંત (116)ની યાદીમાં તેનાથી પાછળ છે.શા માટે શામેલ થશે પૈરા મિલેટરી ફોર્સમા:ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટની ઉપલબ્ધિઓને કારણે 2011માં પ્રાદેશિક સેનાના માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી નથી. ધોની પહેલા આ ઉપલબ્ધિ કપિલ દેવને આપવામાં આવી હતી. આ ઉપલબ્ધિ મળતા સમયે તેણે કહ્યુ કે, સેનામાં અધિકારી બનવા ઇચ્છતો હતો, પરંતુ નસીબે તેણે ક્રિકેટર બનાવી દીધો. 

Download Our B K News Today App



Related News