ધોની ટી-20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેશે!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 17:28:29
  • Views : 570
  • Modified Date : 2019-11-17 17:28:29


તે કહે છે કે બીસીસીઆઈ પણ નથી ઇચ્છતું કે ધોની હાલ નિવૃત્ત થાય. ધોની હાલ નિવૃત્ત થશે તો સ્પોન્સરશિપ સાથેસાથે દર્શકો પર પણ તેની માઠી અસર થશે એટલા માટે ધોની આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ થશે. ધોનીના નજીકના મિત્રોમાં સામેલ એક મિહિર દિવાકરે પણ ભાસ્કર સમક્ષ પુષ્ટી કરી હતી કે ધોની હાલ ક્રિકેટ રમતો રહેશે. મિહિર કહે છે કે ધોનીએ આઈપીએલ અને વર્લ્ડ કપ ટી-20ની તૈયારી શરૂ કરી દીધી છે. ફિડનેસ અંગે તે દરરોજ 4-5 કલાક પરસેવો પાડે છે. મિહિરે કહ્યું કે ધોનીએ નિવૃત્તિ વિશે હજુ વિચાર્યું નથી. જોકે હંમેશા મીડિયા અને અન્ય સ્થળોએ તેની ચર્ચા રહે છે. જોકે લાંબા સમયથી ધોની ક્રિકેટથી દૂર હતો. આઈસીસી વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ બાદ ધોની હાલમાં પણ ટીમ ઈન્ડિયાથી દૂર છે. ઈંગ્લેન્ડમાં સેમિફાઈનલ મેચ જુલાઈ 2019માં રમાઈ હતી. તેના પછી ટીમ ઈન્ડિયાના બધા ખેલાડી વતન પાછા ફર્યા હતા. ધોની થોડાક દિવસ સુધી ભારતમાં રહ્યા બાદ અમેરિકા જતો રહ્યો હતો. ત્યાં અમુક મિત્રો સાથે સમય પસાર કર્યા પછી ભારત આવ્યો અને શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો. પછી લંડન ગયો. ધોનીએ ગત 28 દિવસમાં ફક્ત એક દિવસ ગ્રાઉન્ડમાં બેટિંગ કરી. ભારત અને દ.આફ્રિકા વચ્ચે રાંચીમાં 19 ઓક્ટોબરે ટેસ્ટ મેચ રમાઈ હતી.
20 ઓક્ટોબરે ધોની રાંચી આવ્યો. 22મીએ તે ભારતીય ક્રિકેટ ટીમને મળવા જેએસસીએ સ્ટેડિયમ પહોંચ્યો. ભારતીય ટીમ ચોથા દિવસે મેચ જીતી ગઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના નિવૃત્ત થવાના અહેવાલો પર એક નજીકના મિત્રએ પૂર્ણવિરામ લગાવી દીધું છે. નામ ન છાપવાની શરતે તેમણે ભાસ્કરને જણાવ્યું કે ધોની હાલ નિવૃત્તિ જાહેર નહીં કરે. તેની અંદર હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને તે દેશની સેવા હજુ કરતો રહેશે. માહીના મિત્રોએ જણાવ્યું કે 2020માં રમાનાર આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપ પછી ધોની નિવૃત્તિ અંગે વિચારી શકે છે.

Download Our B K News Today App



Related News