ધોનીએ સન્માન સાથે નિવૃત્તિ લેવી જોઈએ, પંત ટી-20 વર્લ્ડ કપ માટે મારી પહેલી પસંદ: ગાવસ્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 15:04:08
  • Views : 501
  • Modified Date : 2019-09-20 15:04:08

પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરનું માનવું છે ભારતીય ક્રિકેટ ટીમે હવે મહેન્દ્રસિંહ ધોનીથી આગળ જોવું જોઈએ. ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે રમનાર વર્લ્ડ કપ માટે ટીમે યુવા ખેલાડીઓમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ. ગાવસ્કરે ટી-20 વર્લ્ડ કપ માટે કહ્યું કે, 'ઋષભ પંત વિકેટકીપર તરીકે મારી પ્રથમ પસંદ છે.' પંતનું પ્રદર્શન છેલ્લી ચાર ટી-20માં સારું રહ્યું નથી. તેણે આ દરમિયાન એક ફિફટી ફટકારી હતી. ગાવસ્કરે પંતની તરફેણમાં ત્યાર ટિપ્પણી કરી છે જયારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને ઘણા પૂર્વ ક્રિકેટર્સે તેના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગાવસ્કરે કહ્યું કે, "ધોનીએ ભારતીય ક્રિકેટમાં બહુ યોગદાન આપ્યું છે, પરંતુ હવે તેનાથી આગળ વિચારવાનો સમય આવી ગયો છે. ધોનીએ હવે સન્માન સાથે નિવૃત્તિ લેવી જોઈએ." ધોની વર્લ્ડ કપની સેમિફાઇનલ પછી એકપણ મેચ રમ્યો નથી. તેણે તે પછી બે મહિના માટે ક્રિકેટથી બ્રેક લીધો હતો. તેના લીધે વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું.ધોનીની જગ્યા મારી ટીમમાં તો નથી: ગાવસ્કરને પૂછવામાં આવ્યું હતું કે શું ધોનીને બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પસંદ કરવામાં આવો જોઈએ? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, નહીં, મારી ટીમમાં તો તેને જગ્યા નહીં મળે. જો તમે ટી-20 વર્લ્ડ કપની વાત કરી રહ્યા છો તો હું સૌથી પહેલા પંત અંગે જ વિચાર કરીશ.સેમસન સારો વિકેટકીપર અને બેટ્સમેન છે: ગાવસ્કરે કહ્યું કે, પંત પછી સંજૂ સેમસન સૌથી સારો વિકલ્પ છે. સેમસન સારો વિકેટકીપર હોવાની સાથે જોરદાર બેટ્સમેન પણ છે. પંત સિવાય હું તેને પણ એક વિકલ્પ તરીકે જોઈ રહ્યો છું.કોહલીએ કહ્યું હતું કે, ધોનીએ ઘણી વાર પોતાને સાબિત કર્યો છે: ગાવસ્કરે ભલે ધોનીને પોતાની ટીમમાં જગ્યા ન આપી હોય, પરંતુ ભારતીય કપ્તાન વિરાટ કોહલીનું માનવું છે તેનો કોઈ વિકલ્પ નથી. કોહલીએ શનિવારે ધોનીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, અનુભવ હંમેશા સૌથી મહત્ત્વનો હોય છે. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે ઉંમર ફક્ત એક આંકડો છે. ધોનીએ કરિયરમાં અનેક વાર પોતાને સાબિત કર્યો છે.

Download Our B K News Today App



Related News