ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 15:34:18
  • Views : 567
  • Modified Date : 2019-05-16 15:34:18

ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. પરંતુ ભારતીય ટીમની જાહેરાત સાથે આગામી વિશ્વ કપ-2019નું કાઉનડાઉન પણ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ દ્વારા આજે વિશ્વ કપ માટે ભારતના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ત્રીજો વિશ્વ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમનો સૌથી મોટો આધાર સ્તંભ મહેન્દ્ર સિંહ ધોની (37 વર્ષ) ટીમમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તો રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ (24 વર્ષ) ટીમનો સૌથી યુવા ખેલાડી છે. ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેની ઉંમર 30 કે તેથી વધુ છે. જ્યારે 9 ખેલાડીઓની ઉંમર 30 વર્ષની અંદર છે. 

Download Our B K News Today App



Related News