ધોનીએ ટીમ મેનેજમેન્ટને સાફ શબ્દોમાં જાડેજાને રિટેન કરવા માટે કહ્યું; 15 નવેમ્બર સુધીમાં લિસ્ટ આપવાનું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-04 17:17:17
  • Views : 344
  • Modified Date : 2022-11-04 17:17:17

 

ગત IPL સિઝનમાં CSKના કેપ્ટન પદે રહેનાર અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્ષે પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી જ રમશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન CSKના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નથી ઇચ્છતા કે રવિન્દ્ર જાડેજા આ ફ્રેન્ચાઈઝને છોડે. તેમણે ટીમ મેનેજમેન્ટને સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે ટીમ જાડેજાને આ વર્ષે રિટેન કરે. આ વખતની રિટેનની લિસ્ટ IPLની ટીમે 15 નવેમ્બર સુધીમાં આપવાની છે.

 

શું વાત હતી?
વાત એમ છે કે થોડા સમયથી રવિન્દ્ર જાડેજા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે અણબનાવની વાત બહાર આવતી હતી. ગત IPL સિઝનમાં CSKએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યા હતા. આ પછી CSKનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને કેપ્ટનશિપના પ્રેશરના કારણે જાડેજાના પ્રદર્શન ઉપર પણ અસર પડી હતી. જેના કારણે ટીમ મેનેજમેન્ટે સિઝનની અધ્ધવચ્ચેથી જ તેમને કેપ્ટન પદેથી કાઢીને ફરી માહીને કેપ્ટન બનાવી દીધા હતા. જેના કારણે તેઓ ઈજા પહોંચી હતી, અને સર્જરી માટે ટીમને છોડીને જતા રહ્યા હતા. આ પછી તો રવિન્દ્ર જાડેજાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી CSK રિલેટેડ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. જેના કારણે એવી અફવા વધવા લાગી કે જાડેજા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે અણબનાવ વધી ગયો છે અને હવે તેઓ આ ફ્રેન્ચાઈઝને છોડી દેશે.

 

આ બધા જ વચ્ચે ટ્રાન્સફર સિઝન આવી હતી. જેમાં પણ એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે જાડેજા દિલ્હી કેપિટલ્સમાં અક્ષર પટેલની જગ્યાએ આવશે. મતલબ કે DC ટ્રાન્સફરમાં CSK પાસેથી રવિન્દ્ર જાડેજાને લઈને અક્ષર પટેલને આપશે. આ બધા વચ્ચે પણ CSK પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાડેજા રિલેટેડ પોસ્ટ કરતી હતી અને વધુમાં ટીમના CEOએ પણ કહ્યું હતું કે જાડેજા આ ફ્રેન્ચાઈઝનો જ ભાગ રહેશે.

 

ધોનીએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઈન્ડિયાના પૂર્વ લેજેન્ડરી કેપ્ટન અને CSKના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ મેનેજમેન્ટને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે રવિન્દ્ર જાડેજાને ટીમ રિલિઝના કરે અને તેમને રિટેન કરે. તેમણે વધુમાં ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે ટીમ માટે રવિન્દ્ર જાડેજા જેવો ઓલરાઉન્ડર મળવો અઘરો છે. આમ મહેન્દ્ર સિંહ ધોની જ ઇચ્છતા નથી કે જાડેજા આ ટીમને છોડે! આમ, ધોનીએ જ આની અફવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દેતા રવિન્દ્ર જાડેજા CSK તરફથી જ રમશે.

 

Download Our B K News Today App



Related News