ધોની હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે: વિરાટ કોહલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 16:07:33
  • Views : 546
  • Modified Date : 2019-09-14 16:07:33

 ભારત અને દક્ષિણ આફ્રિકા રવિવારે ધર્મશાલા ખાતે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમશે. મેચના એક દિવસ પહેલા ભારતના કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું હતું કે, તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે અને તેના અનુભવને કોઈ રિપ્લેસ કરી શકે તેમ નથી. ધોનીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાં સ્થાન નથી મળ્યું. વર્લ્ડ કપ દરમિયાન ધીમી બેટિંગ કરવા બદલ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે, અનુભવ હંમેશા મહત્ત્વનો રહેશે. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, ઉંમર ફક્ત એક નંબર છે. તે રીતે ધોનીએ પણ પોતાના કરિયરમાં ઘણું કર્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે. નિવૃત્તિ લેવી તે વ્યક્તિગત નિર્ણય છે, બીજા કોઈએ તે અંગે ટિપ્પણી ન કરવી જોઈએ.આ અઠવાડિયાની શરૂઆતમાં કોહલીએ ટ્વિટર પર ધોની સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. કોહલીએ લખ્યું હતું કે,આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો. તે ફોટો અંગે ખુલાસો કરતા કોહલીએ કહ્યું કે, "મારા મગજમાં કંઇપણ નહોતું, હું મારા ઘરે બેઠો હતો અને મેં ફોટો પોસ્ટ કર્યો હતો. તે સમાચાર બની ગયા હતા. આ મારા માટે એક પાઠ છે કે, હું જે રીતે મારા જૂના દિવસોને યાદ કરું, જરૂરી નથી લોકો તેને તે રીતે જ જોવે." ધોનીની નિવૃત્તિની અફવાનો અંત લાવતા તેની પત્ની સાક્ષીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આને અફવા કહેવાય છે.ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવી હતીઅમારે ડોમેસ્ટિક ક્રિકેટ અને તેમજ આઇપીએલમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટી-20માં તક આપવી હતી. અમે વર્લ્ડ કપ પહેલા સારા ટીમ કોમ્બિનેશનની શોધ કરી રહ્યા છીએ. જો અન્ય ટીમો નવમા નંબર સુધી બેટિંગ કરી શકતી હોય તો આપણી ટીમ કેમ નહીં? જે પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ લેવાઈ છે. હવેથી આગામી 3 ટી-20 સીરિઝ અમે નિરીક્ષણ કરીશું કે અમારી ટીમ તરીકે પરિસ્થિતિ શું છે. 2020ના ટી-20 વર્લ્ડ કપ માટેનો રોડ મેપ તૈયાર છે.

Download Our B K News Today App



Related News