સદી ફટકારવા છતાં સૂર્યકુમાર યાદવ વનડેમાંથી બહાર તેની જગ્યાએ શ્રેયસ અય્યરનો ટીમમાં સમાવેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-11 16:57:45
  • Views : 221
  • Modified Date : 2023-01-11 16:57:45

સૂર્યકુમાર યાદવ અત્યારે શાનદાર ફોર્મમાં છે. કોઈપણ બોલરમાં તેના શોટ્સ રોકવાની શક્તિ નથી. છેલ્લી મેચમાં આ ખેલાડીએ શ્રીલંકા સામે રાજકોટ ટી20માં પણ તોફાની સદી ફટકારી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવને ગુવાહાટી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નથી. જ્યારે રોહિત શર્માએ ગુવાહાટી ODIમાં ટોસ હાર્યા બાદ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે સૂર્યકુમાર યાદવ તેમાં નહોતો. તેની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

સવાલ એ છે કે, સૂર્યકુમાર યાદવનું ફોર્મ આટલું સારું છે અને છેલ્લી મેચમાં સદી ફટકારી  તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20 સિરીઝ જીતી હતી, તો પછી તેને કેમ બહાર કરવામાં આવ્યો?

એનું કારણ છે કે સૂર્યકુમાર T20 ફોર્મેટમાં નંબર 1 બેટ્સમેન છે અને તે રનનો વરસાદ પણ કરી રહ્યો છે, પરંતુ વનડેમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવે માત્ર 26ની એવરેજથી 260 રન બનાવ્યા હતા અને માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે 55થી વધુની એવરેજથી 724 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા આ બેટ્સમેનને પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલ પહેલા ઓપનિંગ કરતો હતો પરંતુ વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા તેને મિડલ ઓર્ડરમાં તક આપી રહી છે. રાહુલ ચોથા નંબર પર વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. આ જ કારણ છે કે, સૂર્યકુમાર યાદવ માટે પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે.

સારા સંતુલન માટે ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમારને પણ બહાર રાખ્યો છે. ટીમ ઈન્ડિયાના ટોપ 5 બેટ્સમેનોમાં કોઈ બોલિંગ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં, આગામી 6 ખેલાડીઓની બોલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા છઠ્ઠા અને સાતમા સ્થાન પર ઓલરાઉન્ડરને તક આપે છે. તે ટીમને વધુ સારું સંતુલન આપે છે. જો ટીમ ઈન્ડિયાનો કોઈ અન્ય બેટ્સમેન પણ ટોપ ઓર્ડરમાં બોલિંગ કરી શકે તો ટીમ ઈન્ડિયા સૂર્યકુમારને છઠ્ઠા નંબર પર પણ મેદાનમાં ઉતારી શકે છે. જોકે તે ખૂબ જ મુશ્કેલ છે.

Download Our B K News Today App



Related News